Matthew Breetzke ODI Debut Highest Individual Score: પાકિસ્તાનમાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીની બીજી મેચ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને જ્યારે આફ્રિકન ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી ત્યારે તેણે 26 વર્ષીય Matthew Breetzkeને ડેબ્યૂની તક આપી હતી. મેથ્યુએ પોતાની પહેલી જ મેચમાં ઇતિહાસ રચી દીધો છે કારણ કે તે પોતાની ડેબ્યૂ વનડે મેચમાં 150 રન કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો.






Matthew Breetzkeએ ન્યૂઝીલેન્ડ સામે 148 બોલમાં 150 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 11 ચોગ્ગા અને 5 સિક્સ ફટકારી હતી. પોતાની પ્રથમ વન-ડે મેચમાં સૌથી વધુ રનનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ડેસમંડ લીઓ હેન્સના નામે હતો, જેમણે 1978માં ઓસ્ટ્રેલિયા સામે 148 રન બનાવ્યા હતા.


20 બોલમાં 49 રન બનાવ્યા


Matthew Breetzkeએ ખૂબ જ ધીમી ગતિએ સદી ફટકારી હતી. તે એટલો ધીમો રમી રહ્યો હતો કે તેણે 128 બોલમાં પોતાની સદી પૂરી કરી, પરંતુ સદી પૂરી થતાં જ આ 26 વર્ષીય બેટ્સમેન તોફાની મોડમાં આવી ગયો હતો. બ્રીટ્ઝકે આક્રમક બેટિંગ કરી અને આગામી 20 બોલમાં 49 રન બનાવ્યા હતા. આમ, તેની ઇનિંગ્સ 148 બોલમાં 150 રનના સ્કોર પર સમાપ્ત થઈ હતી. મેચમાં બ્રીટ્ઝકેએ વિઆન મુલ્ડર સાથે 131 રનની ભાગીદારી અને જેસન સ્મિથ સાથે 93 રનની ભાગીદારી કરી હતી.


વનડે ડેબ્યૂમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર


મેથ્યુ બ્રીટ્ઝકે - 150 રન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ


ડેસમંડ હેન્સ - 148 રન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા


રહેમાનુલ્લાહ ગુરબાઝ - 127 રન વિરુદ્ધ આયર્લેન્ડ


કોલિન ઇન્ગ્રામ - 124 રન વિરુદ્ધ ઝિમ્બાબ્વે


માર્ક ચેપમેન - 124 રન વિરુદ્ધ યુએઈ


મેથ્યુ બ્રિત્ઝકેની વાત કરીએ તો તેણે દક્ષિણ આફ્રિકા માટે અત્યાર સુધીમાં 10 ટી20 મેચ રમી છે, જેમાં તેણે 151 રન બનાવ્યા છે. પરંતુ ઘરેલુ ક્રિકેટમાં તેના સતત સારા પ્રદર્શન માટે તેને IPL 2025 માટે લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી ખરીદવામા આવ્યો છે. લખનઉએ 57 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.


Rohit Sharma Record: રોહિતે કેપ્ટનશીપમાં કર્યું મોટું કારનામું, ઇંગ્લેન્ડને હરાવી કેટલાય દિગ્ગજને પાછળ છોડ્યા