SA vs PAK 2nd Test Match Report: દક્ષિણ આફ્રિકાએ કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટથી હરાવ્યું છે. આ સાથે આફ્રિકાએ ટેસ્ટ સીરિઝ 2-0થી કબજે કરી લીધી છે. આફ્રિકાને બીજી ટેસ્ટની ચોથી ઈનિંગમાં 58 રનનો ટાર્ગેટ હતો, જે તેણે કોઈ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાનની ટીમ બીજા દાવમાં ચોક્કસપણે સંઘર્ષ કરી રહી હતી, પરંતુ બીજા દાવમાં 421 રનમાં ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના કારણે તે દક્ષિણ આફ્રિકાને મોટો ટાર્ગેટ આપવામાં નિષ્ફળ રહી હતી.






દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 615 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. રાયન રિકેલ્ટને 259 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને તેના સિવાય કેપ્ટન ટેમ્બા બાવુમા (106 રન) અને કાયલ વેરેઇને (100) સદી ફટકારી હતી. જવાબમાં પાકિસ્તાનનો પ્રથમ દાવ માત્ર 194 રનમાં ઓલઆઉટ થઈ ગયો હતો. પાકિસ્તાનને ફોલોઓન કરવાની ફરજ પડી હતી અને બીજી ઇનિંગમાં તેને સારી શરૂઆત મળી હતી. બીજી ઈનિંગમાં શાન મસૂદ અને બાબર આઝમ વચ્ચે 205 રનની મોટી ભાગીદારી થઈ હતી. બાબર આઝમે 81 રન અને શાન મસૂદે 145 રન બનાવ્યા હતા.


સેમ અયુબ બીજી ટેસ્ટના પહેલા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે બીજી ટેસ્ટમાં બેટિંગ કરી શક્યો ન હતો. બાબર આઝમ અને શાન મસૂદ સિવાય એવો કોઈ બેટ્સમેન નહોતો જે બીજી ઈનિંગમાં 50 રનનો આંકડા સુધી પહોંચી શક્યો હોય. મોહમ્મદ રિઝવાને 41 અને સલમાન આગાએ 48 રન કર્યા હતા.


દક્ષિણ આફ્રિકા પહેલા જ WTC ફાઇનલમાં પહોંચી ગયું હતું


દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ 2 વિકેટે જીતી હતી. હવે આફ્રિકાએ પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત કરી લીધી છે. આફ્રિકા આ ​​વર્ષે જૂનમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ રમશે.          


જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ