IND vs SA: દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 408 રનમાં સમેટાઈ ગયો હતો. જોકે, દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા બેટિંગ કરવા આવ્યો નહોતો. દક્ષિણ આફ્રિકાને 163 રનની લીડ મળી છે. યજમાન ટીમ તરફથી ડીન એલ્ગરે સૌથી વધુ 185 રન બનાવ્યા હતા. આ સિવાય માર્કો યુનસેન 84 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે 2 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ અશ્વિનને 1-1 સફળતા મળી હતી.


 






પ્રથમ દિવસે શું થયું


પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી અને કેપ્ટન રોહિત પાંચ રન બનાવીને રબાડાનો પહેલો શિકાર બન્યો હતો. આ પછી યશસ્વી જયસ્વાલ 17 રન બનાવીને નીકળી ગયો હતો અને શુભમન ગિલ બે રન બનાવીને વિદાય થયો હતો. 24 રનમાં ત્રણ વિકેટ ગુમાવીને ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીએ અડધી સદીની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. વિરાટ 38 રન બનાવીને આઉટ થયો હતો અને શ્રેયસ 31 રન બનાવીને આઉટ થયો હતો. રવિચંદ્રન અશ્વિને આઠ રન અને શાર્દુલ ઠાકુરે 24 રનનું યોગદાન આપ્યું હતું. જસપ્રીત બુમરાહ પણ એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જોકે લોકેશ રાહુલે એક છેડો સાચવી રાખ્યો હતો.


સેન્ચુરિયનમાં રાહુલની સતત બીજી ટેસ્ટ સદી


સેન્ચુરિયનમાં રાહુલની આ સતત બીજી ટેસ્ટ સદી છે. 2021માં બોક્સિંગ ડે ટેસ્ટમાં જ રાહુલે 248 બોલમાં 122 રનની અણનમ ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકામાં પણ રાહુલની આ બીજી ટેસ્ટ સદી હતી.  


ભારતની પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.


સાઉથ આફ્રિકાની પ્લેઇંગ-11


ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડીન એલ્ગર, એડન માર્કરમ, ટોની ડીજ્યોર્જ, કીગન પીટરસન, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરીયન (વિકેટમકીપર), માર્કો યાન્સેન, કાગીસો રબાડા, ગેરાલ્ડ કોત્ઝી, નાન્દ્રે બર્જર.