જોહાનિસબર્ગઃ કોરોના વાયરસના કારણે હાલ દુનિયાભરમાં ક્રિકેટ બંધ છે, ખેલાડીઓની મેદાન પર વાપસી ક્યારે થશે તે નક્કી નથી. ત્યારે આ બધાની વચ્ચે સાઉથ આફ્રિકન ક્રિકેટમાંથી મોટો સમાચાર સામે આવ્યા છે. અહીં ક્રિકેટ ટીમના કેપ્ટન પદને લઇને ખેંચાખેંચ ચાલુ થઇ ગઇ છે. હાલ સાઉથ આફ્રિકન ટીમ રેગ્યુલર કેપ્ટન વિના રમી રહી છે. આવામાં આફ્રિકન સ્પિનર કેશવ મહારાજે આગળ આવીને જવાબદારી નિભાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.


ગયા વર્ષે વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન અને ભારત સામેની ટેસ્ટ સીરીઝમાં કારમી હાર બાદ સાઉથ આફ્રિકન ટીમના કેપ્ટન ફાક ડુ પ્લેસીસે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી કેપ્ટનશી છોડી દીધી હતી. જોકે લિમિટેડ ઓવરોની કેપ્ટનશીપ ટીમના વિકેટકીપરિ બેટ્સમેન ક્વિન્ટૉન ડી કૉકને સોંપવામાં આવી હતી.

આમ છતાં બોર્ડની સામે ટેસ્ટ ફોર્મેટમાં કેપ્ટનશીપને લઇને ખેંચાખેંચ ચાલુ જ છે. બોર્ડના ડાયરેક્ટર અને પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથે સ્પષ્ટ કરી દીધુ છે કે ક્વિન્ટૉન ટેસ્ટ ફોર્મેટને કેપ્ટન નહીં બનાવવામાં આવે, આનાથી તેના પર વધારાનુ દબાણ ઉભુ થશે.

આ ખેંચાખેંચની વચ્ચે ટીમના ડાબોડી સ્પિનર કેશવ મહારાજે સામેથી ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપની જવાબદારી સંભાળવાની માંગ કરી છે. મહારાજે ટેસ્ટ, વનડે અને ટી20 ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનવાની માંગ કરી છે. કેશવ મહારાજ ઘરેલુ વનડે ટૂર્નામેન્ટમાં ડોલફિન્સ ટીમની કેપ્ટનશીપ કરે છે.


સાઉથ આફ્રિકાની સ્પોર્ટ્સ ચેનલ સ્પોર્ટ-24માં મહારાજના હવાલાથી લખ્યું- ગઇ સિઝનમાં જ્યારે મને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી, ત્યારથી હું આનો આનંદ લઇ રહ્યો છું, હું નિશ્ચિતપણે સાઉથ આફ્રિકાની કેપ્ટનશીપ કરવા ઇચ્છુ છું, આ મારુ સપનુ છે.

ખાસ વાત છે કે ઘરેલુ સ્તર પર મહારાજે જબરદસ્ત કેપ્ટનશીપ કરી છે, જોકે, સિઝન પુરી ના થઇ હોવાથી આફ્રિકન બોર્ડે મહારાજની કેપ્ટનશીપ વાળી ડોલફિન્સને વિજેતા જાહેર કરી દીધી હતી.

આમ તો કેશવ મહારાજને ઓછો અનુભવ છે. કેશવ મહારાજે સાઉથ આફ્રિકન ટીમ તરફથી 30 ટેસ્ટ અને માત્ર 7 વનડે જ રમી શક્યો છે. વળી ટી20 આંતરરાષ્ટ્રીય કેરિયર શરૂ પણ નથી થઇ શક્યુ.