Suryakumar Yadav And Tilak Varma Special Chat: અત્યારે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે અને ટેસ્ટ, વનડે બાદ ટી20 સીરીઝ રમી રહી છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ટી-20 મેચ જીતવાની સાથે શ્રેણી હવે 2-1થી બરાબર કરી લીધી છે. 5 મેચોની આ ટી20 સીરીઝની પ્રથમ 2 મેચમાં ટીમ ઈન્ડિયાને સતત હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે ત્રીજી મેચ પહેલા 13 બૉલમાં 7 વિકેટે જીતી લીધી હતી. 160 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયા તરફથી સૂર્યકુમાર યાદવે 83 રન બનાવ્યા હતા જ્યારે તિલક વર્માએ 49 રનની અણનમ ઈનિંગ રમી હતી. મેચ બાદ સૂર્યાએ તિલક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે આ ઈરાદાથી બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો ન હતો.


સૂર્યકુમાર યાદવે 44 બૉલમાં 83 રનની તોફાની ઇનિંગ રમી અને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ જીત્યો. સૂર્યાએ તિલક સાથેની વાતચીતમાં પોતાના માટે ઘુવડ શબ્દનો ઉપયોગ કરતા કહ્યું કે, તેને પોતાની ઇનિંગની શરૂઆત પહેલા પોતાની જાતને છેતરી લીધી હતી.


બીસીસીઆઈ દ્વારા સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરાયેલા બંને ખેલાડીઓ વચ્ચેની વાતચીતના વીડિયોમાં તિલક વર્માએ કહ્યું કે જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેને આરામથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ પહેલા બોલે જ તેને ચોગ્ગો લાગ્યો હતો. તેને પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો. અને ઝડપી બેટિંગ શરૂ કરી.






તિલક વર્માએ ત્રીજી ટી20માં કર્યો કમાલ - 
આ વાતચીતમાં સૂર્યાએ તિલકને પૂછ્યું કે ત્રીજી મેચમાં તેની બેટિંગમાં શું ખાસ છે, જેના જવાબમાં તેને કહ્યું કે તે ફક્ત તેના શૉટ્સ રમવા પર ધ્યાન આપી રહ્યો છે. જ્યારે તિલકે સૂર્યાને લાંબી છગ્ગા મારવાનું રહસ્ય પૂછ્યું તો સૂર્યકુમારે તેને ડ્રેસિંગ રૂમમાં આ પ્રશ્નનો જવાબ આપવા કહ્યું. ઉલ્લેખનીય છે કે, હવે બંને ટીમો વચ્ચે સીરીઝની આગામી મેચ 12 ઓગસ્ટે ફ્લૉરિડાના લૉડરહિલમાં રમાશે.