SRH vs DC, IPL 2023 Live: હૈદરાબાદ સામે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સની 7 રનથી શાનદાર જીત
રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો છે. દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
દિલ્હી કેપિટલ્સે રોમાંચક મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 7 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 137 રન જ બનાવી શકી હતી.
આઠ ઓવર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે એક વિકેટ ગુમાવીને 46 રન બનાવી લીધા છે. હાલમાં રાહુલ ત્રિપાઠી અને મયંક અગ્રવાલ બેટિંગ કરી રહ્યા છે.
હૈદરાબાદને પહેલો ઝટકો છઠ્ઠી ઓવરમાં 31 રનના સ્કોર પર લાગ્યો હતો. હેરી બ્રુક 14 બોલમાં સાત રન બનાવીને આઉટ થયો હતો. તેને એનરિક નોર્ટજેએ ક્લીન બોલ્ડ કર્યો હતો.
દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 145 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. પૃથ્વી શો જેવા ખેલાડીઓને પ્લેઇંગ-11માંથી બહાર કરવામાં આવ્યા હતા. જો કે તેની જગ્યાએ ટીમમાં આવેલા ખેલાડીઓ પણ ખાસ કંઈ કરી શક્યા ન હતા. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.
દિલ્હી કેપિટલ્સને આઠમી ઓવરમાં ત્રણ ઝટકો લાગ્યા છે. વોશિંગ્ટન સુંદરે કેપ્ટન ડેવિડ વોર્નર, સરફરાઝ ખાન અને હાકિમ ખાનને એક જ ઓવરમાં આઉટ કર્યા હતા.
દિલ્હીને પાંચમી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો હતો. મિશેલ માર્શ આઉટ થયો. 15 બોલમાં 25 રન બનાવી શક્યો હતો. માર્શે પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. હાલમાં ડેવિડ વોર્નર અને સરફરાઝ ખાન ક્રીઝ પર છે. દિલ્હીનો સ્કોર પાંચ ઓવર પછી બે વિકેટે 41 રન છે.
ત્રણ ઓવર બાદ દિલ્હીએ એક વિકેટ ગુમાવીને 22 રન બનાવી લીધા છે. હાલમાં કેપ્ટન ડેવિડ વોર્નર અને માર્શ બેટિંગ કરી રહ્યા છે. દિલ્હીને પહેલી જ ઓવરમાં જ ઝટકો લાગ્યો હતો. ફિલિપ સોલ્ટને ભુવનેશ્વર કુમારે આઉટ કર્યો હતો.
SRH vs DC : દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં હૈદરાબાદના ખેલાડીઓ પહેલા બોલિંગ કરવા મેદાનમાં ઉતરશે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2023, Match 34, SRH vs DC: રાજીવ ગાંધી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો છે. દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. IPL 2023ની 34મી મેચમાં રોમાંચ જોવા મળી શકે છે. દિલ્હી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તેણે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે અને માત્ર એક જ મેચ જીતી છે. જ્યારે હૈદરાબાદે બે મેચ રમી છે. આ બંને ટીમો આ સિઝનમાં અત્યાર સુધીની સૌથી નબળી સાબિત થઈ છે. જેના કારણે આ મેચ રસપ્રદ બની શકે છે.
હૈદરાબાદને છેલ્લી બે મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે. તેને ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે હરાવ્યા હતા. આ પહેલા હૈદરાબાદે પંજાબ અને કોલકાતા પર જીત મેળવી હતી. હૈદરાબાદ આ મેચ માટે મયંક અગ્રવાલની બેટિંગ પોઝિશન બદલી શકે છે. ટીમ પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરી શકે છે. હૈદરાબાદ હેરી બ્રુક અને અભિષેક શર્માને ઓપનિંગની તક આપી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -