SRH vs LSG: હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું

SRH vs LSG Live Score: અહીં તમને સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

gujarati.abplive.com Last Updated: 08 May 2024 10:29 PM
હૈદરાબાદે 10 વિકેટે મેચ જીતી લીધી

IPL 2024ની 57મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું. હૈદરાબાદે 62 બોલ બાકી રહેતાં 10 વિકેટે મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે એકપણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 9.4 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ટ્રેવિસ હેડ 30 બોલમાં 89 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેના બેટમાંથી 8 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. જ્યારે અભિષેક શર્મા 28 બોલમાં 75 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. તેણે 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. લખનૌ સામે હૈદરાબાદની આ પ્રથમ જીત છે.

હૈદરાબાદનો સ્કોર 143/0

માત્ર 8 ઓવરમાં હૈદરાબાદનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 143 રન પર પહોંચી ગયો છે. ટ્રેવિસ હેડ 25 બોલમાં 77 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધીમાં તેણે 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે અભિષેક શર્મા 23 બોલમાં 63 રન બનાવીને રમતમાં છે. તેના બેટમાંથી અત્યાર સુધીમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા આવી ચૂક્યા છે. હૈદરાબાદને જીતવા માટે માત્ર 23 રન બનાવવાના છે.

ટ્રેવિસ હેડે તોફાની અડધી સદી ફટકારી

ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા તોફાની બેટિંગ કરી રહ્યા છે. હેડે માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે 18 બોલમાં 58 રન બનાવીને રમતમાં છે. જ્યારે અભિષેક શર્મા 12 બોલમાં 26 રન બનાવીને રમતમાં છે. હૈદરાબાદનો સ્કોર માત્ર 5 ઓવરમાં 87 રન થઈ ગયો છે.

લખનૌએ હૈદરાબાદને 166 રનનો ટાર્ગેટ આપ્યો

12મી ઓવરમાં માત્ર 66 રનમાં 4 વિકેટ ગુમાવી હોવા છતાં લખનૌ સુપર જાયન્ટ્સે 4 વિકેટે 165 રન બનાવ્યા હતા. આયુષ બદોની અને નિકોલસ પુરને 52 બોલમાં 99 રનની ભાગીદારી કરી હતી. બદોની 30 બોલમાં 55 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેના બેટમાંથી 9 ચોગ્ગા આવ્યા હતા. જ્યારે નિકોલસ પુરન 26 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 48 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે 12 રનમાં બે વિકેટ ઝડપી હતી.

લખનૌનો સ્કોર 73-4

13 ઓવર પછી લખનૌનો સ્કોર 4 વિકેટે 73 રન છે. નિકોલસ પુરન આઠ બોલમાં 11 રન અને આયુષ બદોની છ બોલમાં ત્રણ રન બનાવીને રમતમાં છે. ટીમને આ બંને પાસેથી ઝડપી ઇનિંગ્સની અપેક્ષા રહેશે.

લખનૌનો સ્કોર 2 વિકેટે 49 રન

વિજયકાંત વ્યાસકાન્તે 9મી ઓવરમાં માત્ર ચાર રન આપ્યા હતા. તે સતત સારી રીતે બોલિંગ કરી રહ્યો છે. હવે લખનૌનો સ્કોર 2 વિકેટે 49 રન છે. કેએલ રાહુલ 28 બોલમાં 22 રન અને કૃણાલ પંડ્યા 16 બોલમાં 21 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 28 બોલમાં 28 રનની ભાગીદારી થઈ હતી.

લખનૌનો સ્કોર 30/2

7 ઓવર પછી લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 2 વિકેટે માત્ર 30 રન છે. કેએલ રાહુલ 25 બોલમાં માત્ર 20 રન બનાવીને રમતમાં છે. જ્યારે કૃણાલ પંડ્યા સાત બોલમાં ચાર રન પર છે. ડેબ્યૂ મેન વિજયકાંતે આ ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11

 પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, નીતીશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, સનવીર સિંહ, ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, વિજયકાંત વ્યાસકાંથ અને ટી નટરાજન.

લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ-11

કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, દીપક હુડા, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ અને નવીન-ઉલ-હક.

લખનઉએ ટૉસ જીતીને બેટિંગ લીધી

લખનઉએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. LSGએ પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા છે. મોહસીનને ઈજા થતાં તે બહાર થયો છે. તો ક્વિન્ટન ડી કોક પ્લેઇંગ-11માં પરત ફર્યો છે. જ્યારે હૈદરાબાદે પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. માર્કો યાન્સેનના સ્થાને વિજયકાંત અને મયંક અગ્રવાલની જગ્યાએ સનવીરને લેવામાં આવ્યા છે.


 





બ્રેકગ્રાઉન્ડ

SRH vs LSG Live Score:  સનરાઇઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આજે જે પણ ટીમ જીતશે, તે પ્લેઓફ તરફ મજબૂત પગલું ભરશે.


આઈપીએલ 2024માં હૈદરાબાદ અને લખનૌના પ્રદર્શનની વાત કરીએ તો પેટ કમિન્સની ટીમ અત્યાર સુધીમાં 11 મેચ રમી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન તેની ટીમે 6 મેચ જીતી છે, જ્યારે પાંચ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. લખનૌનું પ્રદર્શન પણ આવું જ રહ્યું છે. લખનૌમાં અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, તેણે 6 મેચ જીતી છે અને પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.


પેટ કમિન્સની સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. હૈદરાબાદનો નેટ રન રેટ -0.065 છે. જ્યારે લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. કેએલ રાહુલની ટીમનો નેટ રન રેટ -0.371 છે. આજની વિજેતા ટીમ પ્લેઓફ માટે પોતાનો દાવો મજબૂત કરશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.