SRH vs MI: હૈદરાબાદે મુંબઈને 31 રનથી હરાવ્યું
IPL 2024, SRH vs MI LIVE Score: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સિઝનની 8મી મેચ આજે (27 માર્ચ) હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સંબંધી તમામ અપડેટ તમે અહીં વાંચો શકો છો.
સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચક મેચમાં 31 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરીને હૈદરાબાદે IPLના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. તેણે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 246 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસને 80 રનની અણનમ ઇનિંગ રમી હતી. 34 બોલનો સામનો કરીને તેણે 7 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. માર્કરમે અણનમ 42 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 63 રન અને ટ્રેવિસ હેડે 62 રન બનાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સે 14 ઓવર પછી 3 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. તિલક વર્મા 33 બોલમાં 64 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 13 બોલમાં 19 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈને જીતવા માટે 36 બોલમાં 96 રનની જરૂર છે.
હૈદરાબાદ તરફથી શાહબાઝ અહેમદે 10મીઓવર ફેંકી હતી. મુંબઈના બેટ્સમેન નમને સિંગલ લઈને સ્ટ્રાઈક તિલકને સોંપી. તિલકે સળંગ બે છગ્ગા ફટકાર્યા. તેણે બીજા બોલ પર ફાઇન લેગ તરફ સિક્સર ફટકારી. આ પછી તરત જ તેણે ડીપ પોઈન્ટ પર સિક્સર ફટકારી. તિલક અહીં જ ન અટક્યો, તેણે પાંચમા બોલ પર પણ સિક્સર ફટકારી. આ રીતે મુંબઈએ 10મી ઓવરમાં કુલ 22 રન બનાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સ બેકફૂટ પર છે. તેણે 5 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 67 રન બનાવ્યા હતા. નમન ધીર 2 રન અને તિલક વર્મા 1 રન સાથે રમી રહ્યા છે. હૈદરાબાદ તરફથી શાહબાઝ અહેમદ અને કેપ્ટન પેટ કમિન્સને 1-1 વિકેટ મળી હતી.
રોહિતની સાથે ઈશાન કિશને પણ પોતાનો મોરચો ખોલ્યો છે. ઈશાને ત્રીજી ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી. તેણે ચોગ્ગો પણ માર્યો હતો. મુંબઈએ 3 ઓવર પછી 50 રન બનાવ્યા હતા. ઈશાન 11 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. રોહિત 18 રન બનાવીને રમી રહ્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 278 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસને અણનમ 80 રન બનાવ્યા હતા. 34 બોલનો સામનો કરીને તેણે 7 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. અભિષેક શર્માએ 63 રન અને ટ્રેવિસ હેડે 62 રન બનાવ્યા હતા. માર્કરામે અણનમ 42 રન બનાવ્યા હતા.
હૈદરાબાદે 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 173 રન બનાવ્યા છે. હેનરિક ક્લાસેન 3 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે. માર્કરમ 10 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે 9 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 128 રન બનાવ્યા હતા. અભિષેક શર્મા 13 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 4 સિક્સ અને 1 ફોર ફટકારી છે. માર્કરમ 5 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદે 9મી ઓવરમાં 11 રન બનાવ્યા હતા. હવે મફાકા બોલિંગ કરવા આવ્યો છે.
ટ્રેવિસ હેડે વિસ્ફોટક બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. તે 20 બોલમાં 59 રન બનાવીને રમી રહ્યો છે. અભિષેક શર્મા 4 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે. હૈદરાબાદે 6 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 81 રન બનાવી લીધા છે. હૈદરાબાદે છઠ્ઠી ઓવરમાં કુલ 23 રન બનાવ્યા હતા.
ટ્રેવિસ હેડે મફાકાની ધોલાઈ કરી છે. તેણે ત્રીજી ઓવરમાં બે છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા. હૈદરાબાદે આ ઓવરમાં કુલ 22 રન બનાવ્યા હતા. ટીમે 3 ઓવર બાદ 40 રન બનાવી લીધા છે. હેડ માત્ર 10 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. મયંક 7 રન બનાવીને રમી રહ્યો છે.
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોત્ઝી, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, જસપ્રીત બુમરાહ અને ક્વેના મફાકા.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: ડેવાલ્ડ બ્રેવિસ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા.
પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમાદ, શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે અને જયદેવ ઉનડકટ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, ઉમરાન મલિક, ગ્લેન ફિલિપ્સ, ઉપેન્દ્ર યાદવ
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. મુંબઈએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે લ્યુકને બ્રેક આપવામાં આવ્યો છે.
રોહિત શર્મા, ઈશાન કિશન (wk), તિલક વર્મા, નમન ધીર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, શમ્સ મુલાની, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ, લ્યુક વૂડ
મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એઈડન માર્કરમ, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો જેન્સન, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડેય, ટી નટરાજન
બ્રેકગ્રાઉન્ડ
IPL 2024, SRH vs MI LIVE Score: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સિઝનની 8મી મેચ આજે (27 માર્ચ) હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમો સામસામે ટકરાશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં IPL ઈતિહાસના સૌથી મોંઘા કેપ્ટન પેટ કમિન્સ અને હાર્દિક પંડ્યા વચ્ચે મુકાબલો થશે. હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી કમિન્સને એક સિઝન માટે 20.50 કરોડ રૂપિયા ચૂકવી રહી છે. જ્યારે પંડ્યાને મુંબઈ દ્વારા વેપાર દ્વારા ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેને 15 કરોડ રૂપિયા મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -