નવી દિલ્હીઃ ક્રિકેટના મહાકુંભ સમાન ઈન્ડિયન પ્રીમિયર લીગનો (IPL 2021) પ્રારંભ થઈ ગયો છે. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સને (Delhi Capitalsને) મોટો ફટકો લાગ્યો છે. આઈપીએલ 14નો જીત સાથે પ્રારંભ કરનારી દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર એનરિક નોર્તજેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Anrich Nortje Corona Positive) આવ્યો છે.


નોર્તજે આઈપીએલમાં (IPL 14) હિસ્સો લેવા ગત મંગળવારે જ મુંબઈ પહોંચ્યો હતો. તેણે સાત દિવસનો ક્વોરન્ટાઈન પીરિયડ પણ પૂરો કર્યો હચો. તે ચેન્નઈ (Chennai Super Kings) સામે રમાયેલી પ્રથમ મેચમાં આ કારણે રમી શક્યો નહોતો. દિલ્હી કેપિટલ્સે તે મેચ 7 વિકેટથી જીતી હતી.


નોર્તજે દિલ્હી કેપિટલ્સનો મુખ્ય બોલર છે. તેણે ગત સીઝનમાં શાનદાર દેખાવ કર્યો હતો. રાજસ્થાન રોયલ સામે તેણે 156.2 kmph ની ઝડપે બોલ ફેંક્યો હતો. જે 20212 થી 2020ની આઈપીએલ મેચોમાં સૌથી ફાસ્ટ બોલ હતો.



આ પહેલા દિલ્હીનો સ્પીન ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યો છે. જ્યારે દિલ્હીનો કેપ્ટન શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થતાં સીરિઝમાંથી બહાર થઈ ગયો છે.


રાજસ્થાન રોયલ્સને પણ લાગ્યો મોટો ફટકો


રાજસ્થાન રોયલ્સે ટ્વીટ કરીને લખ્યું, ગત રાત્રે રમાયેલી મેચમાં આંગળીમાં થયેલી ઈજાના કારણે બેન સ્ટોક્સ બહાર થઈ ગયો છે. તે રાજસ્થાન રોયલ્સ સાથે જ રહેશે અને આગામી મેચોમાં ટીમને સપોર્ટ કરશે. નિવેદનમાં જણાવાયા મુજબ તપાસમાં માલૂમ પડ્યું કે તેની તૂટેલી આંગળીને ઠીક થતાં ત્રણ થી ચાર સપ્તાહ જેટલો સમય લાગશે. જેના કારણે કમનસીબે તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 સીઝનની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો છે. ફ્રેન્ચાઇઝીના કહેવા મુજબ, તેઓ સ્ટોક્સના સ્થાને કોનો સમાવેશ કરશે તેની જાહેરાત ટૂંક સમયમાં જ કરશે. ડાબોડી બેટ્સમેન અને જમોડી બોલર  બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડને 2019નો આઈસીસી વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


ગુજરાતના આ શહેરમાં કોરોનાની ભયાનક સ્થિતિ, હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાગી લાઈનો