Galle cricket club vs Kalutara town club: જે રીતે ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન થાય છે તે જ રીતે અન્ય દેશોમાં પણ ઘણા પ્રકારની લીગ મેચો રમાતી હોય છે. આવી લીગ મેચોમાં રોજ કંઈક અલગ પ્રકારના રેકોર્ડ બનતા રહે છે. આ વચ્ચે શ્રીલંકાની (sri lanka) એક લોકલ લીગમાં મજેદાર રેકોર્ડ જોવા મળ્યો છે. અહીં રમાયેલી ટી20 મેચમાં રમી રહેલી બે ટીમોએ એક જ સ્કોર બનાવ્ય અને આ કોઈ ટાઈ મેચનો સૌથી ઓછો સ્કોર રહ્યો હતો. 


વરસાદના કારણે 6-6 ઓવરની મેચ રમાઈઃ
શ્રીલંકામાં રમાઈ રહેલી મેજર ક્લબ ટી20 ટૂર્નામેન્ટમાં આ રેકોર્ડ બન્યો છે. આ મેચ કાલુતારા ટાઉન ક્લબ અને ગાલે ક્રિકેટ ક્લબ વચ્ચે રમાઈ હતી. જો કે, આ મેચ દરમિયાન વરસાદ પડી જતાં ઓવરો ઘટાડીને 6-6 ઓવરની મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન અજીબ સંયોગ જોવા મળ્યો હતો અને બંને ટીમોનો સ્કોર 9 વિકેટ પર 30 રન જ રહ્યો હતો. 


10 ખેલાડીઓ ખાતું ના ખોલાવી શક્યાઃ
KTC અને GCC બંને ટીમો નિર્ધારિત 6 ઓવરમાં 30-30 રન બનાવી શકી હતી અને મેચ ટાઈ થઈ હતી. 6-6 ઓવરમાં બંને ટીમોના 9-9 ખેલાડીઓ આઉટ થયા હતા. ગાલે ક્રિકેટ ક્લબે પહેલાં બેટિંગ કરતાં 6 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 30 રન બનાવ્યા હતા. ટીમના 5 ખેલાડી શૂન્ય રન બનાવીને આઉટ થયા હતા. ત્યાર બાદ કાલુતારા ટાઉન ક્લબને જીત માટે 6 ઓવરમાં 31 રનની જરુર હતી. પરંતુ 9 વિકેટના નુકસાન પર કાલુતારાની ટીમ 30 રન જ બનાવી શકી હતી. કાલુતારાની ટીમના પણ 5 ખેલાડીઓ ખાતું ખોલાવ્યા વગર પવેલિયન ભેગા થયા હતા. આમ બંને ટીમોએ સમાન સ્કોર અને સમાન વિકેટ ગુમાવી હતી.


આ પણ વાંચોઃ


બેટનું જાદૂઃ ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની મેચ દરમિયાન જો રૂટનું બેટ કોઈ પણ ટેકા વગર ઉભું રહ્યું, વીડિયો થયો વાયરલ