આ વચ્ચે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને પત્ર લખ્યો છે. જેમાં તેમણે આઇપીએલની યજમાની કરવાની રજૂઆત કરી હતી. શ્રીલંકાઇ બોર્ડના વડાનું માનવું છે કે તેમને ભારત કરતા અગાઉ કોરોનાથી મુક્તિ મળી જશે.
શ્રીલંકન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શમ્મી સિલ્વાને ટાંકીને લખ્યું હતું કે, આઇપીએલને રદ કરવાથી બીસીસીઆઇ અને તેમના હિતધારકોને 500 મિલિયન ડોલરથી વધારેનું નુકસાન થશે. એવામાં કોઇ અન્ય દેશને ટુનામેન્ટની યજમાની આપીને નુકસાનને ઓછું કરી શકાય છે.
તેમણે કહ્યુ કે, જો આઇપીએલને શ્રીલંકામાં આયોજીત કરવામાં આવે છે તો ભારતીય દર્શકો માટે ટીવી પર જોવી સરળ થઇ જશે. ભારતીય બોર્ડ સાઉથ આફ્રિકામાં આઇપીએલનું આયોજન કરવાનો અનુભવ ધરાવે છે.