કોલંબોઃ શ્રીલંકા દ્વારા પણ ટી-20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં આશ્ચર્યજનક રીતે એન્જેલો મેથ્યૂઝને સ્થાન આપવામાં આવ્યું નથી. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને લઇ તેનો બોર્ડ સાથે વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે સામેલ કરવામાં આવ્યો નથી. ટી-20 આંતરરાષ્ટ્રીયમાં તેણે 1100થી વધુ રન બનાવ્યા છે અને 38 વિકેટ પણ ઝડપી છે. શ્રીલંકા તરફથી સૌથી વધુ રન બનાવવામાં તે પાંચમા ક્રમે છે. શ્રીલંકા પોતાના અભિયાનની શરૂઆત 18 ઓક્ટોબરે નામીબિયા વિરુદ્ધ ગ્રુપ-એમાં મેચ રમીને કરશે.


કુસેલ પરેરાની વાપસી બાદ વિકેટકિપિંગ કરતાં ભાનુકાને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ મેચમાં ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ડેબ્યૂ કરનારા 21 વર્ષીય ઓફ સ્પિનર મહેશ થેક્ષાનાને સામેલ કરવામાં આવ્યો છે. યુવા ખેલાડીએ ડેબ્યૂ મેચમાં જ ચાર વિકેટ ઝડપી હતી. ટીમમાં અન્ય સ્પિનરોમાં પ્રવીણ જયવિક્રેમા છે.   


શ્રીલંકાની ટીમ ટી-20 વર્લ્ડકપ વિજેતા રહી છે. 2014માં ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. જોકે છેલ્લા કેટલાક સમયથી ટીમનો દેખાવ સારો રહ્યો નથી. તાજેતરમાં ઘરઆંગણે રમાયેલી ટી-20 શ્રેણીમાં ભારતને હરાવ્યું હતું. શ્રીલંકાએ દાસુન શનાકાને ટીમનું સુકાની સોંપ્યું છે.






આ પ્રમાણે છે શ્રીલંકાની ટીમઃ દાસુન શનાકા, ધનંજય ડિસિલ્વા, કુસલ પરેરા, દિનેશ ચંદીમલ, અવિષ્કા ફ્રનાન્ડો, ભાનુકા રાક્ષાપક્ષે, ચરિત અસલાન્કા, વનિદુ હસારંગે, કામિદુ મેન્ડિસ, ચમિકા કરુણારત્ને, નુવાન પ્રદીપ, દુષ્મંથા ચમીરા, પ્રવીણ જયવિક્રમ, લાહિરુ મધુશંકા, મહિષ થિક્ષણા


રિઝર્વ ખેલાડીઃ લાહિરુ કુમારા, બિનરુ ફર્નાન્ડો, અકિલા ધનંજય, પુલિના થરંગા


આ પણ વાંચોઃ IPL 2021: અનુષ્કા શર્મા દુબઈ પહોંચતા જ મળી ‘ચોકલેટી વિરાટ કોહલી’વાળી સરપ્રાઇઝ, જુઓ તસવીરો


Ind vs Eng, Manchester Test: પાંચમી ટેસ્ટ રદ્દ થવા પર IPL ને જવાબદાર ઠેરવતાં લોકોની ઈરફાન પઠાણે કરી બોલતી બંધ, જાણો શું કહ્યું