IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા યુએઈ પહોંચી ગઈ છે. પુત્રી વામિકાની સાથે તે પતિની ટીમને સપોર્ટ કરવા આવી છે. આ ટ્રિપ દરમિયન અનુષ્કા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને ફેંસ સાથે અનેક પોસ્ટ શેર કરી રહી છે.


રવિવારે સવારે દુબઈ પહોંચતા જ અનુષ્કાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, તેને રૂમમાં રોમાંટિક અને ખાસ સરપ્રાઇઝ મળી. અનુષ્કા શર્માએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરીમાં એક બાદ એક અનેક તસવીરો શેર કરી છે. જેમાં એક તે ફ્લાઇટની વિન્ડોને યુકેથી ગુડબાય કરતી હોય તેમ જણાય છે. બીજા ફોટામાં તે પતિને સપોર્ટ કરવા પહોંચી કુયી છે.


ત્રીજી તસવીરમાં અનેક ચોકલેટ, બ્રાઉનીની સાથે ખાવાની ઘમી ચીજો જોવા મળી રહી છે. જેમાં સૌથી વધારે ચર્ચા ચોકલેટમાંથી બનાવેલા ક્રિકેટરની થઈ રહી છે. જેના ઘણા લોકો ચોકલેટી વિરાટ કોહલી ગણાવી રહ્યા છે. ખાવાની ચીજમાં અનુષ્કા-વિરાટની રોમાંટિક તસવીરો પણ જોવા મળી રહી છે. આ તસવીર હોટલના રૂમમાં લેવામાં આવી હોવાનું કહેવાય છે.




IPLની બાકીની સીઝન ક્યારથી શરૂ થશે


આઈપીએલ-14ના બીજા તબક્કાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થઈ રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચથી બીજા તબક્કાની શરૂઆત થશે. મે મહિનાની શરૂઆતમાં આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઇજીમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ આઈપીએલ-14ને સ્થગિત કરી દેવામાં વી હતી. 4 મહિના બાદ બાકી રહેલી ટુર્નામેન્ટ રમાશે. આઈપીએલ-14ની ફાઈનલ 15 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.




દર ત્રીજા દિવસે RT-PCR ટેસ્ટ


બીસીસીઆઈ આઈપીએલના બીજા તબક્કાની 31 મેચો દરમિયાન ખેલાડીઓ, સહયોગી સ્ટાફ અને ફ્રેન્ચાઇઝી માલિકોના 30 હજારથી વધારે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવશે. આઈપીએલના બીજા તબક્કા દરમિયાન દર ત્રીજા દિવસે આ ટેસ્ટ થશે. ગત વર્ષે જ્યારે યુએઈમાં ટુર્નામેન્ટ રમાઈ હતી ત્યારે પ્રત્યેક પાંચમાં દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થતા હતા.