IPL 2021: કોરોનાના ખોફના કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની પાંચમી મેચ રદ્દ કરવામાં આવી હતી. આ મુકાબલો 10 થી 14 સપ્ટેમ્બર સુધી રમાવાનો હતો. મેચ રદ્દ થવાના કારણે ભારતીય ખેલાડી આઈપીએલ-14ના બીજા તબક્કા માટે યુએઈ જવા રવાના થયા હતા. ખેલાડીઓને યુએઈમાં 6 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. કેટલાક લોકો વિરાટ કોહલીનું વલણ જોઈને નારાજ છે તો કેટલાક આઈપીએલ 2021ને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ દરમિયાન ભારતના પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે એક ટ્વીટ કરીને આઈપીએલને જવાબદાર ગણાવતાં લોકોની બોલતી બંધ કરી દીધી છે.


પઠાણે શું કર્યું ટ્વીટ


ઈરફાન પઠાણે તેના ટ્વીટર પર ભારત- ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રદ્દ  આઈપીએલ 2021ને જવાબદાર ઠેરવતાં લોકોને આડેહાથ લેતા લખ્યું, મારો દાંત પડી ગયો, શું તેની માટે હું આઈપીએલને જવાબદાર ઠેરવું ?




IPLની બાકીની સીઝન ક્યારથી શરૂ થશે


આઈપીએલ-14ના બીજા તબક્કાની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થઈ રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચથી બીજા તબક્કાની શરૂઆત થશે. મે મહિનાની શરૂઆતમાં આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઇજીમાં કોરોનાના મામલા સામે આવ્યા બાદ આઈપીએલ-14ને સ્થગિત કરી દેવામાં વી હતી. 4 મહિના બાદ બાકી રહેલી ટુર્નામેન્ટ રમાશે. આઈપીએલ-14ની ફાઈનલ 15 ઓક્ટોબરે દુબઈમાં રમાશે.


દર ત્રીજા દિવસે RT-PCR ટેસ્ટ


બીસીસીઆઈ આઈપીએલના બીજા તબક્કાની 31 મેચો દરમિયાન ખેલાડીઓ, સહયોગી સ્ટાફ અને ફ્રેન્ચાઇઝી માલિકોના 30 હજારથી વધારે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવશે. આઈપીએલના બીજા તબક્કા દરમિયાન દર ત્રીજા દિવસે આ ટેસ્ટ થશે. ગત વર્ષે જ્યારે યુએઈમાં ટુર્નામેન્ટ રમાઈ હતી ત્યારે પ્રત્યેક પાંચમાં દિવસે આરટીપીસીઆર ટેસ્ટ થતા હતા.


આ પણ વાંચોઃ Gujarat New CM:  ગુજરાતને મળ્યા પાંચમાં પાટીદાર સીએમ, જાણો અગાઉ કયા પાટીદાર નેતા રહી ચુક્યા છે CM


Gujarat New CM: ગુજરાતના નવા મુખ્યમંત્રી ક્યારે લેશે શપથ ? જાણો સી.આર.પાટીલે શું કહ્યું......