નવી દિલ્હી: ઓલ રાઉન્ડર થિસારા પરેરા (Thisara Perera)અહીં એક સ્થાનિક ટૂર્નામેન્ટ દરમિયાન ક્રિકેટમાં એક જ ઓવરમાં છ સિક્સર ફટકારનારો શ્રીલંકા(Sri Lanka)નો પ્રથમ ખેલાડી બની ગયો છે. પરેરાએ આ ઉપલબ્ધિ રવિવારે અહીં પનાગોડામાં સેન્ય મેદાનમાં ચાલી રહેલી મેજર ક્લબ્સ લિમિટેડ ઓવર લિસ્ટ એ ટૂર્નામેન્ટમાં હાંસિલ કરી હતી. તે બ્લૂમફીલ્ડ ક્રિકેટ અને એથલેટિક  ક્લબ સામેની મેચમાં શ્રીલંકાઈ આર્મીની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. તેણે 13 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા.


પરેરાએ ઈનિંગમાં આઠ સિક્સ ફટકારી હતી અને આ ઈનિંગ શ્રીલંકાની યાદીમાં બીજી સૌથી ઝડપી અડધી સદી છે. પૂર્વ શ્રીલંકાઈ ઓલ રાઉન્ડર કૌશલ્યા વીરરત્નેએ 2005માં 12 બોલમાં અડધી સદી ફટકારી હતી.


પરેરા આ પ્રકારના સ્થાનિક ક્રિકેટમાં આ ઉપલબ્ધિ પોતાના નામ કરનાર નવમો ક્રિકેટર બની ગયો છે.  આ પહેલા ગારફીલ્ડ સોબર્સ, રવિ શાસ્ત્રી, હર્શલ ગિબ્સ, યુવરાજ સિંહ, રોસ વાઈટલે, હઝરતુલ્લાહ જજઈ, લિયો કાર્ટર અને હાલમાં પોલાર્ડ આવું કરી ચૂક્યો છે.


પરેરા પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારનાર દુનિયાનો  નવમો ખેલાડી બની ગયો છે. 50 ઓવરની મેચમાં તે બીજા નંબરનો બેટ્સમેન બની ગયો છે. પરેરા શ્રીલંકાનો પહેલો એવો બેટ્સમેન બની ગયો છે જેમના નામે ઘરેલૂ ક્રિકેટમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હોય. આ  સાથે સાથે પરેરા દ્વારા બનાવવામાં આવેલું આ અર્ધશતક ક્રિકેટ લિસ્ટમાં બીજું સૌથી ઝડપી અર્ધશતક છે.  પરેરાએ શ્રીલંકા માટે 6 ટેસ્ટ 166 વનડે અને 64 ટી 20 અંતરરાષ્ટ્રીય મેચ રમી છે. 


પરેરાએ શ્રીલંકા આર્મી સ્પોર્ટ્સ ક્લબ માટે રમતા 13 બોલમાં 52 રન ફટકારી અણનમ રહ્યો હતો. પરેરાએ આ દાવમાં 8 સિક્સર ફટકારી હતી. ખાસ વાત એ છે કે પરેરાએ  પોતાના 52 રનની બેટિંગમાં 48 રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા. એલેટિક ક્લબની વિરૂદ્ધ પરેરા(Thisara Perera)એ દિલન કોરેની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. પૂર્વ શ્રીલંકાઈ ઓલ રાઉન્ડર કૌશલ્યા વીરરત્નેએ 2005માં 12 બોલમાં અડધી સદી ફટકારી હતી.