IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન શરૂ થવામાં હેવ માત્ર થોડા જ દિવસ બાકી છે. આઈપીએલ 2021ની પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચે રમાશે. આઈપીએલની 14મી સીઝનની શરૂઆત પહેલા પંજાબ કિંગ્સ માટે ખુશ ખબર આવ્યા છે. ટીમના મુખ્ય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પૂરી રીતે ફિટ થઈ ગયા છો અને પ્રથમ મેચ રમવા માટે તૈયાર છે.
ઓસ્ટ્રેલિયામાં બેટિંગ કરતા સમયે ઇજાગ્રસ્ત થનાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)એ કહ્યું કે, તેણે પૂર્ણ ફિટનેસ મેળવી લીધી છે ને તે નવ એપ્રિલથી શરૂ થવા જઈ રહેલ આઈપીએલની 14મી સીઝનમાં પંજાબ કિંગ્સ તરફથી રમવા માટે તૈયાર છે.
એડીલેડમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમન્સના શોર્ટ પિચ બોલ પર શમીના કાંડા પર ઇજા થઈ હતી. ત્યાર બાદ તે લાંબા સમયથી નેશનલ ક્રિકેટ એકેડમીમાં રહ્યા અને હવે પૂરી રીતે ફીટ છે.
શમીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, “હું પૂરીત રીતે ફિટ છું અને રમવા માટે તૈયાર છું. બેટિંગ કરતા સમયે ઇજા થઈ એ દુર્ભાગ્યપૂર્ણ હતું કારણ કે લાંબા સમયથી મારી સાથે ફિટનેસ લઈને કંઈને કંઈ થઈ રહ્યું હતું, પરંતુ તેમાં હું કઈ કરી શકું એમ નહતું. આ રમતનો એક ભાગ છે.”
શમીએ આગળ કહ્યું, “હું હંમેશા સકાર્તમક વાતો પર વિચાર કરું છુ. આ પહેલાની સીઝન મારા માટે સારી રહી હતી અને મને આશા છે કે આ વખતે પણ આઈપીએલમાં સારું પ્રદર્શન કરીશ. ઇજાને કારણે મને આઈપીએલ જેવી મોટી ટૂર્નામેન્ટ માટે તૈયાર થવાનો વધારે સમય મળ્યો.”
શમીએ વિતેલા વર્ષે આઈપીએલ - IPLમાં 20 વિકેટ લીધી હતી, પરંતુ તેને ટીમના અન્ય બોલરો તરફથી એટલી મદદ ન મળી. અન્ય બોલરોએ ડેથ ઓવરમાં ખૂબ રન આપ્યા હતા. પંજાબે હવે ઝાય રિચર્ડસન, રીલે મેરેડિથ અને મોઈજેએસ હેનરિક્સ જેવા બોલરોને ટીમમાં રાખ્યા છે.