Steve Smith Australia vs South Africa: ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજ મેચ સિડનીમાં રમાઇ રહી છે. આ મેચના ત્રીજા દિવસની રમત પુરી થવા સુધી ઓસ્ટ્રેલિયાએ 475 રન બનાવી લીધા છે. ટીમ માટે સ્ટીવ સ્મિથ અને ઉસ્માન ખ્વાઝાએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યુ છે. ખ્વાઝા 195 રન બનાવીને અણનમ છે. જ્યારે સ્મિથ શતકીય ઇનિંગ બાદ આઉટ થઇ ગયો છે. સ્મિથ સંન્યાસ લેવાના સવાલ પર હવે જવાબ આપ્યો છે. 


અટકળોની વચ્ચે સ્ટીવ સ્મિથે સંન્યાસ વિશે શું કહ્યું - 
તાજેતરમાં અટકળો વહેતી થઇ હતી કે ઓસ્ટ્રેલિયન ટેસ્ટ દિગ્ગજ સ્ટીવ સ્મિથ બહુ જલદી ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો છે. પરંતુ હવે આ વાતને ખુદ સ્મિથ ફગાવી દીધી છે. ઇન્ડિયા ટૂડેને ફૉક્સ સ્પોર્ટ્સના હવાલાથી લખ્યુ છે કે, સ્મિથ સંન્યાસની વાતને ફગાવી દીધી છે. તેને કહ્યું કે, હું ક્યાંય નથી જઇ રહ્યો, મારી પાસે ભવિષ્યમાં રમવાના હજુ કેટલાય મોકા છે, હુ તેને લઇને ઉત્સાહિત છું, હું હજુ પણ વધુ સારુ કરવાની કોશિશ કરી રહ્યો છું.


સ્મિથે કહ્યું- મારી અંદર હજુ પણ રમવાની વધુ ઇચ્છા છે. હું હજુ પણ પોતાની રમતને બેસ્ટ કરવા પર કોશિશ કરીશ. હું આ માટે સાથે સાથે યુવા બેટ્સમેનોની મદદ કરી રહ્યો છું. હું હજુ રમતનો આનંદ લઇ રહ્યો છું, અને હાલ સંન્યાસ લેવાનો કોઇ પ્લાન નથી. 


 


Warne: શેન વૉર્નના સન્માનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું મોટું ડિસીઝન, દિગ્ગજ ક્રિકેટરોના નામે આપવામાં આવશે આ એવોર્ડ


CA Tribute to Shane Warne: વર્લ્ડ ક્રિકેટના મહાનત્તમ ક્રિકેટરોમાંથી એક ઓસ્ટ્રેલિયાના દિવંગતન દિગ્ગજ સ્પીનર શેન વૉર્નને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સન્માનિત કરવા માટે મોટો ફેંસલો લીધો છે. ખરેખરમાં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પોતાના બીજા સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ઓસ્ટ્રેલિયા પુરુષ ટેસ્ટ પ્લેયર ઓફ ધ ઇયર એવોર્ડ હવે શેન વૉર્નના નામ પરથી રાખવામાં આવ્યો છે. હવે આ એવોર્ડનુ નામ શેન વૉર્ન ટેસ્ટ પ્લેયર ઓફ ધ ઇયર રહેશે. 


શેન વૉર્નના નામ પર આપવામાં આવશે ટેસ્ટ પ્લેયર ઓફ ધ ઇયર એવોર્ડ  -
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એ ફેંસલો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની બીજી બૉક્સિંગ ડે ટેસ્ટ પહેલા કર્યો છે, શેન વૉર્ન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ સન્માનિત પુરસ્કારને પોતાના કેરિયરમાં એકવાર જીતી ચૂક્યો છે, તેને 2005માં એશીઝમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 40 વિકેટો ઝડપ્યા બાદ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ઇયરનો પુસ્કાર આપવામાં આવ્યો હતો.


આ વર્ષે શેન વૉર્ને કહ્યું દુનિયાને અલવિદા - 
શેન વૉર્ન દુનિયાના સૌથી સન્માનિત ક્રિકેટરમાંથી એક હતો, તેને આ વર્ષ દુનિયાને 4 માર્ચે દુનિયાને અલવિદા કહી દીધુ હતુ, દક્ષિણી થાલેન્ડના સામુદ્રી દ્વીપ પર તેનુ નિધન થયુ હતુ. તેને ક્રિકેટની દુનિયાનો જાદુઇ બૉલર ગણવામાં આવતો હતો. 


નોંધનિય છે કે વોર્ને તમના 15 વર્ષના ક્રિકેટ કેરિયરમાં આ મેદાન પર ઘણી યાદગાર ક્ષણો વિતાવી છે. તેમણે આ મેદાન પર 2006માં બોક્સિંગ ડે પર 700મી ટેસ્ટ વિકેટ લીધી હતી, જ્યારે તેમણે ઈંગ્લેન્ડમા કેપ્ટન સ્ટ્રોસને આઉટ કર્યો હતો,


શેન વૉર્ને ઓસ્ટ્રેલિયા માટે 145 ટેસ્ટ રમી, જેમાં 708 વિકેટો લીધી, ટેસ્ટમાં તેનુ બેસ્ટ પરફોર્મન્સ 71 રન આપીને 8 વિકેટો રહી. તેને 194 વનડે મેચોમાં પણ ઓસ્ટ્રેલિયા માટે રમી જેમાં 293 વિકેટો ઝડપી હતી, વનડેમાં તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 33 આપીને 5 વિકેટો આઉટ કરવાનુ રહ્યું. આ ઉપરાંત વૉર્ન ટેસ્ટમાં 3154 અને વનડેમાં 1018 રન બનાવ્યા હતા.