નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં દિલ્હી કેપ્ટિલ્સની ટીમ પહેલી વાર ફાઇનલમાં પહોંચી છે. આ સિઝનમાં 600થી વધુ રન બનવનારા શિખર ધવને દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટૉઇનિસે ધવનની બેટિંગની જબરદસ્ત પ્રસંશા કરી છે. સ્ટૉઇનિસે કહ્યું શિખર ધવન ભલે કેપ્ટન નથી, પરંતુ એક માર્ગદર્શક તરીકે તેમનો ટીમ પર મોટો પ્રભાવ છે.


સ્ટૉઇનિસે કહ્યું શિખર અવિશ્વસનીય રહ્યાં છે, અને કેટલાક શાનદાર શતક ફટકાર્યા, તેને અમારા બધાનુ માર્ગદર્શન કર્યુ. તે ટીમની અંદર એક લીડર છે. તેની પાસે ઉર્જા અને ક્રિકેટની સમજ છે. મારા પ્રદર્શનમાં તેમની મોટી ભૂમિકા રહી છે.

સ્ટૉઇનિસે કહ્યું હું આશા રાખુ છુ કે ધવન ફાઇનલમાં પણ એક મોટી ઇનિંગ રમે. તેને કહ્યું ધવને આ વર્ષ 600થી વધુ રન બનાવ્યા, આશા છે કે ફાઇનલમાં વધુ એક યાદગાર ઇનિંગ રમે.

ઉલ્લેખનીય છે કે સ્ટૉઇનિસ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સને અનેક મેચોમાં જીત અપાવી ચૂક્યો છે. એક ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્ટૉઇનિસ મહત્વનો ખેલાડી બની ગયો છે. તેને આ સિઝનમાં 352 રન બનાવવાની સાથે 12 વિકેટ પણ ઝડપી છે.