KKR vs SRH Final: IPL 2024 ની ફાઈનલ મેચમાં, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ, સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માત્ર 113 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈપીએલની ફાઈનલ મેચમાં આ સૌથી ઓછો સ્કોર છે. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે મિચેલ સ્ટાર્ક અને હર્ષિત રાણાએ બે-બે વિકેટ લીધી હતી. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સે સૌથી વધુ 24 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડ 00, અભિષેક શર્મા 02 અને રાહુલ ત્રિપાઠી 9 રન બનાવીને આઉટ થયા હતા. હેનરિચ ક્લાસને 16 રન અને એડન માર્કરમે 20 રન બનાવ્યા હતા. કેકેઆરના બોલરો સામે હૈદરાબાદના કોઈપણ બેટ્સમેનને સફળતા મળી ન હતી.
IPL 2024ની ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોલકાતાના બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને હૈદરાબાદને બેકફૂટ લાવી દીધુ હતું. આઈપીએલ ફાઈનલનો આ સૌથી ઓછો સ્કોર હતો. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. KKRની વિકેટ મેળવવાની શરૂઆત મિશેલ સ્ટાર્કે કરી હતી, જેણે પહેલી જ ઓવરમાં અભિષેક શર્માને બોલ્ડ કર્યો હતો. હૈદરાબાદ માટે કેપ્ટન પેટ કમિન્સે સૌથી મોટી ઇનિંગ રમી અને 19 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા.
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટાઈટલ મેચમાં પેટ કમિન્સની કપ્તાનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે તેમના પક્ષમાં બિલકુલ ન ગયો. હૈદરાબાદની ટીમ 18.3 ઓવરમાં 113 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદની શરૂઆત પહેલી જ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ખરાબ રહી હતી. આ પછી ટીમ રિકવર ન થઈ શકી અને ધીમે-ધીમે વિકેટો ગુમાવતી રહી. ટીમ માટે કોઈ પણ બેટ્સમેન મોટી અને સંતુલિત ઈનિંગ્સ રમી શક્યો નહોતો. ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેન જેવા ઘણા મહાન બેટ્સમેનો ટીમમાં હાજર હતા, પરંતુ KKRના બોલરો સામે દરેક જણ નિષ્ફળ રહ્યા હતા.
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઇંગ-11
શ્રેયસ અય્યર (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નરેન, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, વૈભવ અરોરા, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ-11
પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ અને ટી નટરાજન.