Surendranagar: દિવાળી ટાણે સુરેન્દ્રનગરમાંથી વધુ એક મોટી ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં પોલીસ સ્ટાફે પોલીસકર્મીઓને જ રંગેહાથે દારૂ વેચતા ઝડપી પાડ્યા છે. ખરેખરમાં, બજાણા પોલીસે પાટડી પોલીસ લાઇનમાં જે દારૂના જથ્થાનો સંગ્રહ કરવામાં આવેલો હતો, તેની હેરાફેરી કરતા પોલીસકર્મીઓને ઝડપી પાડ્યા હતા, આ મામલામાં ત્રણ પોલીસકર્મી અને એક જીઆરડી જવાનને ઝડપી પાડવામાં આવ્યા હતા. 


મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા એક ઓપરેશનમાં પોલીસના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે, ખરેખરમાં, જિલ્લાની બજાણા પોલીસે પાટડી પોલીસ લાઈનમાં પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂની બોટલોના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યા હતો. આ જથ્થાની અહીં ગેરકાયદેસર હેરાફેરી થતી હતી જેની જાણ થતાં તેને ઝડપી પાડી હતી. આ મામલામાં બજાણા પોલીસ મથકના ત્રણ પોલીસ કર્મચારીઓ અને એક જીઆરડી જવાનને અલગ-અલગ વાહનોમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને સગેવગે કરે તે પહેલા જ પકડી પાડવામાં આવ્યા હતા. 


પાટડી પોલીસ લાઈનના કમ્પાઉન્ડમાં રાખેલા ડમ્પર, આઈશર અને બે કારમાં ઇંગ્લિશ દારૂની ૬૦૬ બૉટલો જેની કિંમત ૧.૮૮ લાખ રૂપિયાની થાય છે, તેની હેરાફેરી કરે તે પહેલા જ પોલીસે આ પોલીકર્મીઓને ઝડપી લીધા હતા. ખાસ વાત છે કે, પોલીસ દ્વારા અલગ-અલગ ગુનાઓમાં પકડેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો, જેની પોલીસ કર્મચારીઓ દ્વારા જ હેરાફેરી કરાતી હોવાનું ખુલ્યુ હતુ. આ ઇંગ્લિશ દારૂનો નાશ કરવાનો હતો પરંતુ જ્યારે તે સમયે આ મુદ્દામાલમાં ઘટ જણાઇ હતી, આ પછી આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હાલમાં બજાણા પીએસઆઈ દ્વારા ત્રણ પોલીસ કર્મચારીઓ અને એક જીઆરડી જવાન સહિત કુલ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 


 


બિલ્ડરના પુત્રની ચાલી રહી હતી દારુ પાર્ટી, ત્યાં જ ત્રાટકી પોલીસ


સંસ્કારી નગરની વડોદરામાં પોલીસે એક દારુ પાર્ટી પર રેડ પાડી રંગમાં ભંગ પાડ્યો છે. શહેરના અકોટા આતિથી ગૃહની સામે ગામઠી બંગલામાં ગોત્રી પોલીસે દરોડો પાડ્યો છે. જેમાં દારૂની મેહફીલ માણતા હાઈ ફાઈ નબીરાઓ ઝડપાયા છે. બંગલામાં પાર્ટી માણતા હતા તે જ સમયે પોલીસ ત્રાટકતા સૌના હોંશ ઉડી ગયા હતા. પોલીસને જોતા તમામનો નશો ઉતરી ગયો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વૈભવ નામના યુવકનો જન્મદિવસ હતો જેની પાર્ટી ચાલી હતી. વૈભવ અને તેનો ભાઈ મીત શાહે પાર્ટી યોજી હતી. આ બન્ને બિલ્ડર વિજય શાહના પુત્ર છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે કુલ 19 લોકો સામે કાર્યવાહી કરી છે.


નબીરાઓના નામ









03.ધૈર્ય જોશી,04.રિયાઝ વોરા


05.માણિત વિજય શાહ ,06.કુણાલ ખેરા


07.સમીર ચૌહાણ,08.ઋષિન પિસોલકર


09.નિસિત શાહ,10.મિત વિજય પટેલ


11.મોહિત દોષી,12.પિન્ટુ ચંદ્રવંશી


13.મુકેશ ખેર,


14.વૈભવ વિજય શાહ (મહેફિલ યોજનાર


15.મિત વિજય શાહ (વૈભવ નો ભાઈ)


16.શાહીલ શેખ,


17.ગુંજન મહેતા,18.સિદ્ધાર્થ મહેતા


19.મેઘા સામંતા,20 પ્રાંજલ શાહ


આ પહેલા પણ વડોદરમાં દારુ મામલે થઈ હતી બબાલ


 વડોદરા શહેરના બીલ કેનાલ રોડ પર દારુડીયાએ હંગામો  મચાવ્યો હતો.   સગુન પાર્ટી પ્લોટ સામે ઓરો હાઈટ્સ 2 માં રહેતા બિઝનેસમેને દારુનો નશો કરીને હંગામો મચાવ્યો હતો.  નશો કરીને ધમાલ કરનાર આરોપી તુષાર સાવંત  ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે.  તુષાર સાવંતે દારૂનો નશો કર્યો હતો. આરો હાઈટ્સના રહીશોએ પોલીસને જાણ કરતા માંજલપુર પોલીસ દોડી આવી હતી.  નશામાં ધૂત પિતાને પકડવા ગયેલી પોલીસ ઉપર પિતા-પુત્રએ કાચના ટુકડા ફેક્યાં હતા.  પ્રથમ માળે ઘરમાંથી ખુલ્લી તલવાર બતાવી પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 


પિતા-પુત્રના હુમલાને પગલે વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી


પિતા-પુત્રના હુમલાને પગલે વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ચાર કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પિતા તુષાર સાવંત અને સગીર પુત્રને ઝડપ્યો હતો.  તુષાર સાવંત ઉપરાંત ટોળામાં ઉભેલા અને નશો કરેલી હાલતમાં વધુ બે યુવક ઝડપાયા હતા.  અમર સિંદે અને ધવલ જામદાર દારૂ નશો કરેલી હાલતમાં હોય માંજલપુર પોલીસે બંનેની ધરપકડ કરી હતી.