CSKને લાગ્યો સૌથી મોટો ઝાટકો, સુરેશ રૈના IPLમાંથી બહાર, જાણો કેમ ભારત પર ફર્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Aug 2020 11:53 AM (IST)
આઈપીએલ માટે પ્રેક્ટિસ સેશનમાં સામેલ થયા હતા. તે ટીમની સાથે દુબઈ રવાના થયા હતા જ્યાં સીએસકેની ટીમ તાજ હોટલમાં રોકાઈ છે.
નવી દિલ્હીઃ આઈપીએલને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચેન્નઈ સુપરકિંગ્સ એટલે કે સીએસકેના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના આ વર્ષે આઈપીએલમાં નહીં રમે. તે અચાનક યૂએઈથી ભારત પર ફર્યા છે. તે વ્યક્તિગત કારણોસર ભારત પરત ફર્યા છે. સીએસકેએ ટ્વીટ કરીને જણાવ્યું કે, સુરેશ રૈના વ્યક્તિગત કારણોસર ભારત પર ફર્યા છે અને આઈપીએલ 2020માં નહીં રમે. 33 વર્ષના સુરેશ રૈનાએ 15 ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી. ત્યાર બાદ તે આઈપીએલ માટે પ્રેક્ટિસ સેશનમાં સામેલ થયા હતા. તે ટીમની સાથે દુબઈ રવાના થયા હતા જ્યાં સીએસકેની ટીમ તાજ હોટલમાં રોકાઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સ માટે આ મોટો ઝાટકો છે. એક દિવસ પહેલા જ અહેવાલ આવ્યા હતા કે ટીમમાં અનેક સ્ટાફ મેમ્બર્સને કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમાં ટીમ ઇન્ડિયાનનો ફાસ્ટ બોલર દીપક ચહર પણ સામેલ છે.