Suryakumar Yadav comment on Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલ T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો એક ભાગ છે. યશસ્વી હાલ અમેરિકામાં ભારતીય ટીમ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેના પર સૂર્યકુમાર યાદવે ટિપ્પણી કરીને હલચલ મચાવી દીધી છે. યશસ્વી જયસ્વાલની પોસ્ટ તેમજ સૂર્યકુમાર યાદવની ટિપ્પણી પર ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.


યશસ્વીની પોસ્ટ પર સૂર્યકુમારની ટિપ્પણી
ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે 28 મે મંગળવારના રોજ ઇન્સ્ટાગ્રામ પર યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલને રમૂજી રીતે ચીડવ્યો હતો. વાસ્તવમાં, જયસ્વાલે ન્યૂયોર્કના ગાર્ડન સિટીની સડકો પર ફરતા પોતાની તસવીર પોસ્ટ કરી હતી. આના પર સૂર્યકુમારે જયસ્વાલને ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન રોહિત શર્માના ગુસ્સાની યાદ અપાવી હતી.


જયસ્વાલની તસવીર પર ટિપ્પણી કરતા સિનિયર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે લખ્યું કે "સંભલ કે ગાર્ડન મે ઘુમેગા તો પતા હૈ ના". આ ટિપ્પણી પર ચાહકો ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે.



સૂર્યાની આ ટિપ્પણી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી સાથે સંબંધિત છે. તે દરમિયાન ખેલાડીઓને મેદાન પર આરામથી ફરતા જોઈને રોહિત શર્મા ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. તેણે ફિલ્ડરોને સાવચેત રહેવાની કડક સૂચના આપી હતી. રોહિતનો ડાયલોગ "ગાર્ડન મે ઘુમને" સ્ટમ્પ માઇક પર રેકોર્ડ થયો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.


 






જયસ્વાલ T20 વર્લ્ડ કપમાં રમવા અંગે દુવિધા
યુવા પ્રતિભાશાળી જયસ્વાલને ભારતીય ટીમના શરૂઆતી 15માં પસંદ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળશે કે નહીં. વિરાટ કોહલી IPLમાં ઓપનર તરીકે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, તેથી એવી સંભાવના છે કે ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા સાથે કોહલીને ઇનિંગની શરૂઆત કરે. આ સ્થિતિમાં ટીમમાં શિવમ દુબે જેવા ખાસ ફિનિશરનો સમાવેશ થઈ શકે છે.


ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટ-કીપર), સંજુ સેમસન (વિકેટ-કીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ , કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ


રિઝર્વ: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાન