Ish Sodhi vs India in T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18મી નવેમ્બરથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ ચૂકી છે, 18 નવેમ્બરની પ્રથમ વેલિંગટન ટી20 ભારે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, આજે બીજી ટી20 માટે હાર્દિક અને વેલિયિમસનની સેના આમને સામને ટકરાશે, આ પહેલા ભારતીય ટીમે ઇંગ્લેન્ડના મિસ્ટ્રી બૉલર ઇશ સોઢીથી સાવચેત રહેવુ પડશે, જાણો ઇશ સોઢી કેમ ટીમ ઇન્ડિયા માટે બની શકે છે ખતરો શું છે તેનો ટી20 રેકોર્ડ


આમ તો બન્ને ટીમો ટી20માં ફોર્મેટમાં દમદાર છે, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં પણ બન્ને ટીમો ટૉપ પર રહી હતી અને સેમિ ફાઇનલમાં હારીને બહાર નીકળી ગઇ હતી, આ દરમિયાન કીવી ટીમના સ્પીનર ઇશ સોઢીએ સારુ પ્રદર્શન કર્યુ હતુ. 


ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારતીય ટીમે મોટાભાગના યુવા ખેલાડીઓને તક આપી છે, અને ઇશ સોઢી એકદમ અનુભવી બૉલર છે, જેના કારણે તેનાથી સાવધાન રહેવુ પડશે, જાણો ટી20માં ઇશ સોઢીનું ભારત સામે કેવુ છે પરફોર્મન્સ, શું કહે છે આંકડાઓ......... 


ભારત વિરુદ્ધ 20 વિકેટો ઝડપી ચૂક્યો છે ઇશ સોઢી -   
ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત વિરુદ્ધ ઇશ સોઢીનુ પ્રદર્શન સતત સારુ થઇ રહ્યું છે. તેને ભારત વિરુદ્ધ 15 મેચોમાં 19.25 ની શાનદાર એવરેજથી 20 વિકેટો ઝડપી ચૂક્યો છે. આ ફોર્મેટમાં તે ભારત વિરુદ્ધ સૌથી વધુ વિકેટો લેનારો કીવી બૉલર પણ છે. તેની ઇકોનૉમી પણ માત્ર 7.26ની રહી છે. ભારત વિરુદ્ધ 18 રન આપીને ત્રણ વિકેટ લેવાનું તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ઇશ સોઢી આઇપીએલમાં પણ રમી રહ્યો છે, અને તેને કેટલાય ભારતીય બેટ્સમેનોની કમજોરી પારખી લીધી છે. 


2020માં ભલે જ કીવી ટીમને 5-0 થી ક્લિન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ઇશ સોઢીનું પ્રદર્શન ઠીક રહ્યું હતુ, તેને પાંચ મેચોમાં 24.33 ની એવરેજથી છ વિકેટ ઝડપી હતી. 26 રન આપીને તેને ત્રણ વિકેટો લેવાનુ તેનું સર્વશ્રેષ્ઠ રહ્યું હતુ. ભારત પ્રવાસ પર ગયા વર્ષે જ્યારે બન્ને ટીમોની વચ્ચે છેલ્લી ટી20 સીરીઝ રમાઇ હતી, તો ઇશ સોઢીએ માત્ર એક જ વિકેટ ઝડપી હતી.