T20 WC 2022: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં સુપર 12 રાઉન્ડ બાદ આજથી હવે સેમિ ફાઇનલ જંગ શરૂ થઇ રહ્યો છે. આજે પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પાકિસ્તાની ટીમ ટકરાઇ રહી છે, જ્યારે આવતીકાલની બીજી સેમિ ફાઇનલ મેચમાં ભારતીય ટીમ સામે ઇંગ્લેન્ડને પડકાર હશે.
આજે આઇસીટી ટી20 વર્લ્ડકપ 2022ની પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે, આજે ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાન સામે ટકરાઇ રહી છે, આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી બપોરે 1.30 વાગ્યાથી મેચ શરૂ થઇ જશે પરંતુ આ પહેલા વેધર અને પીચ રિપોર્ટ પર એક નજર કરવી જરૂરી છે. કેમ કે આ વર્લ્ડકપમાં મોટા ભાગની મેચમાં વરસાદે વિઘ્ન પહોંચાડ્યુ છે. જાણો આજે વરસાદ પડશે કે નહીં ?
વરસાદ પડશે કે નહીં ?
હવામાન રિપોર્ટનુ માનીએ તો આજે સિડનીમાં વરસાદની સંભાવના ખુબ ઓછી છે, આજે વાતાવરણ એકદમ ચોખ્ખુ દેખાઇ રહ્યુ છે, અને મેચ કોઇપણ વરસાદી વિઘ્ન વિના પુરી થઇ શકે છે.
પીચ રિપોર્ટની વાત કરીએ તો, અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આ વર્લ્ડકપની અત્યાર સુધી 6 મેચો રમાઇ છે, આમાંથી 5 મેચોમાં પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે, આજની મેચમાં પણ ગ્રાઉન્ડ પર તે જ પીચનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે, જ્યાં સુપર 12ની ઓપનિંગ મેચ રમાઇ હતી, આ પીચ પર ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતાં 200+ રન ફટકારી દીધા હતા. આવામાં આજે આ પીચ પર રનોના ઢગલા થઇ શકે છે.
આ પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિને 89 રનથી હાર આપી હતી, આ મેદાન પર પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને પહેલા બેટિંગ કરીને ડકવર્થ લૂઇસના નિમય પ્રમાણે 33 રનથી હરાવ્યુ હતુ.
આ મેદાનની વાત કરીએ તો, અહીં ન્યૂઝીલેન્ડે કુલ ચાર ટી20 મેચો રમી છે, આમાંથી તે બેમાં જીત અને બેમાં હારનો સામનો કરી ચૂકી છે. તેનો સક્સેસ રેટ 50-50 ટકાનો છે. પાકિસ્તાનને અહીં બે મેચોમાંથી એકમાં જીત અને એકનુ પરિણામ નથી આવ્યુ. તેનો સક્સેસ રેશિયો 100 ટકાનો છે.
Suryakumar: ચાલુ ડિબેટમાં જ આફ્રિદીએ સૂર્યાની પ્રસંશા કરી, બોલ્યો- એ છોકરો રિઝવાન કરતા ક્યાંય આગળ, તે તો 200-250 મેચો રમીને.......
Shahid Afridi on Suryakumar Yadav: ટી20 વર્લ્ડકપ 2022માં સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) પોતાની 360 ડિગ્રી બેટિંગ સ્ટાઇલથી ખુબ રન ફટકારી રહ્યો છે, તે પોતાના અતરંગી શૉટ્સથી વિપક્ષી ટીમોને હંફાવી રહ્યો છે, અને એટલુ જ નહીં વર્લ્ડકપમાં બેટિંગ કરવાના કારણે હવે તે આઇસીસી ટી20 બેટિંગ રેન્કિંગમાં નંબર વનની પૉઝિશનમાં આવી ગયો છે, તેને પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પછાડીને આ સ્થાન હાંસલ કર્યુ છે.
ટીમ ઇન્ડિયા અત્યારે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલમાં પહોંચી ચૂકી છે, અને આગામી દિવસમાં ઇંગ્લેન્ડ સામે સેમિ ફાઇનલ મેચ રમવાની છે. આ પહેલા સૂર્યાની બેટિંગની તમામ દિગ્ગજો પ્રસંશા કરી રહ્યાં છે, પહેલા રવિ શાસ્ત્રી, બેન સ્ટૉક્સથી લને રાહુલ દ્રવિડ તેની વર્લ્ડકપ ઇનિંગોની પ્રસંશી કરી ચૂક્યા છે, પરંતુ હવે પાકિસ્તાની દિગ્ગજ શાહિદ આફ્રિદી પણ તેના પર ફિદા થઇ ગયો છે, તેને એક પાકિસ્તાની ટીવી શૉમાં ચાલુ ડિબેટ દરમિયાન સૂર્યકુમાર યાદવની બેટિંગની ભરપુર પ્રસંશા કરી હતી.
પાકિસ્તાનના બેટ્સમેન મોહમ્મદ રિઝવાન માટે ટી20 વર્લ્ડકપ 2022 અત્યાર સુધી ફ્લૉપ સાબિત થઇ રહ્યો છે, તેની બેટિંગમાં ધાર નથી જોવા મળી રહી. આવામાં પાકિસ્તાનમાં એક ટીવી ચેનલમાં ચાલુ ડિબેટમાં રિઝવાન અને સૂર્યકુમાર યાદવની બેટિંગની તુલના કરવામાં આવી રહી હતી. પાકિસ્તાની એન્કરે જ્યારે પૂર્વ પાક દિગ્ગજ શાહિદ આફ્રિદીને સવાલ કર્યો કે સૂર્યાની બેટિંગમાં તમને શું લાગી રહ્યું છે, રિઝવાને કંઇક શીખવુ જોઇએ કે નહીં ?
આ ડિટેબ પાકિસતાની ટીવી ચેનલ સમાં ટીવી પર ચાલી રહી હતી, સમાં ટીવી પર એન્કરને જવાબ આપતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે, રિઝવાને સૂર્યાના શૉટથી શીખવુ જોઇએ. આફ્રિદીએ કહ્યું- સૂર્યકુમાર વિશે સૌથી ખાસ વાત એ છે કે, તે છોકરો 200-250 ઘરેલુ મેચો રમીને ટીમ ઇન્ડિયામાં આવ્યો છે, તે છોકરાને રમતની ખબર છે, તે જેટલા શૉટ ફટકારી રહ્યો છે, તેની તેને ખુબ પ્રેક્ટિસ કરી છે. તમારી પાસે જેટલી સ્કીલ્સ હશે, તમે તેટલા ઇમ્પેક્ટ પ્લેયર બની શકશો. સૂર્યાની જેમ મોહમ્મદ રિઝવાને નવા શૉટ ડેવલપ કરવા પડશે, આ ફોર્મેટ જ આવુ છે, હાલમાં સૂર્યા રિઝવાનથી ક્યાંક આગળ છે.