PAK vs NZ T20 WC Semifinal: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)માં આજે પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાશે, આજે બે મોટી ટીમો ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ પર આમને સામને ટકરાશે. આ મેચ આજે બપોરે 1.30 વાગ્યાથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પરથી લાઇવ થશે. આજની મેચને લઇને અહીં અમે બતાવી રહ્યાં છીએ કે ફાઇનલમાં પહોંચવા માટે આજની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયસન અને પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ કેવી ટીમને લઇને મેદાનમાં ઉતરશે. જાણો બન્નેની પ્લેઇંગ ઇલેવન.... 


ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
ફિન એલન, ડેવૉન કૉનવે, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિશેલ, જેમ્સ નિશામ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, ટ્રેન્ટ બૉલ્ટ, ઇશ સોઢી, લૉકી ફર્ગ્યૂસન. 


પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ, મોહમ્મદ હેરિસ, શાન મસૂદ, ઇફ્તિખાસ અહેમદ, મોહમ્મદ નવાજ, શાદાબ ખાન, મોહમ્મદ વસીમ, નસીમ શાહ, શાહીન આફ્રિદી, હેરિસ રાઉફ.






બન્ને ટીમોના હેડ ટૂ હેડ આંકડા -
ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની વચ્ચે હેડ ટૂ હેડ આંકડાઓ અને હાર-જીતનો રેશિયો જોઇએ તો, આપણે ખબર પડશે કે ઓવરઓલ પાકિસ્તાની ટીમ ટી20 ફોર્મેટમાં કીવીઓ પર ભારે પડી છે. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે અત્યારે સુધી કુલ 28 ટી20 મેચો રમાઇ છે. આમાં પાકિસ્તાનનુ પલડુ ભારે રહ્યું છે, પાકિસ્તાને આમાંથી 17 મેચોમાં જીત હાંસલ કરી છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમને માત્ર 11 મેચોમાં જ જીત હાથ લાગી છે. એટલુ જ નહીં ટી20 વર્લ્ડકપની ઠીક પહેલાની વાત કરીએ તો પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર સીરીઝમાં હરાવ્યુ હતુ, આ રીતે પણ ન્યૂઝીલેન્ડ કરતા પાકિસ્તાનનો રેકોર્ડ સારો લાગી રહ્યો છે. જોકે, ખાસ વાત છે કે, આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં અત્યાર સુધી કીવી ટીમની બોલબાલા રહી છે, ટૂર્નામેન્ટ તેના માટે ખુબ સારી રહી છે, ન્યૂઝીલેન્ડએ અત્યાર સુધી દમદાર રમત બતાવી છે, તેની બેટિંગ અને બૉલિંગ બન્નેમાં સંતુલન દેખાઇ રહ્યું છે. જોકે, આજે નક્કી થઇ જશે કોણી ટીમ વધુ મજબૂત છે અને ફાઇનલ રમશે.