T20 WC 2022: T20 વર્લ્ડ કપ 2022 (T20 WC 2022) ના સુપર-12 રાઉન્ડની ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1માં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન છે. તો ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ હાજર છે. આ રાઉન્ડમાં દરેક ટીમ પોતાના ગ્રુપની અન્ય પાંચ ટીમો સામે એક મેચ રમશે. દરેક ગ્રુપમાંથી ટોપ 2 ટીમો આગળના રાઉન્ડમાં જશે. એટલે કે, સુપર-12 રાઉન્ડ બાદ ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે અને બાકીની 8 ટીમોએ સ્વદેશ પરત ફરવું પડશે.

ગ્રુપ-1 પોઈન્ટ ટેબલઃ ગ્રુપ-1માં ન્યુઝીલેન્ડ નંબર-1 પર અને ઈંગ્લેન્ડ નંબર-2 પર છે. કીવી ટીમે સુપર-12ની ઓપનિંગ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. બીજી તરફ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું હતું. અહીં યજમાન ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે.

ટીમ મેચ જીત હાર પોઈન્ટ્સ નેટ રન રેટ
ન્યૂઝીલેંડ 1 1 0 2 4.450
ઇંગ્લેન્ડ 1 1 0 2 0.620
શ્રીલંકા 2 1 1 2 0.450
ઓસ્ટ્રેલિયા 2 1 1 2 -1.555
અફઘાનિસ્તાન 1 0 1 0 -0.620
આયરલેંડ 1 0 1 0 -2.467

ગ્રુપ-2 પોઈન્ટ ટેબલઃ ગ્રુપ-2માં બાંગ્લાદેશ પ્રથમ સ્થાને છે. બાંગ્લાદેશની ટીમે તેની પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. અહીં ભારતીય ટીમ બીજા નંબર પર છે. ભારતે રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

ટીમ મેચ જીત હાર પોઈન્ટ્સ નેટ રન રેટ
બાંગ્લાદેશ 1 1 0 2 0.450
ઇન્ડિયા 1 1 0 2 0.050
દક્ષિણ આફ્રીકા 0 0 1 -
ઝિમ્બાબ્વે 1 0 0 1 -
પાકિસ્તાન 1 0 1 0 -0.050
નેધરલેંડ્સ 1 0 1 0 -0.450

આ પણ વાંચોઃ 

T20 WC 2022: સિડનીમાં ખાવાનુ બરાબર ના આવતા ટીમ ઇન્ડિયા પરેશાન, ICCને ફરિયાદ કરી ને પ્રેક્ટિસ સેશનમાં પણ ના લીધો ભાગ