Ind vs Pak: ICC T20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયા રવિવારે પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે, આ હાઈવોલ્ટેજ મેચ 24 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. તમામ ક્રિકેટ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેચ પહેલા શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીને જ્યારે તેની કેપ્ટનશિપને લઈ સવાલ કરવામાં આવ્યો ત્યારે ગુસ્સે થઈ ગયો હતો. કોહલીએ કહ્યું, મારે જે કહેવાનું હતું તે પહેલા જ કહી ચુક્યો છું પરંતુ તમે વારંવાર તે પૂછી રહ્યા છો તો હું કંઈ ન કરી શકું.
કેપ્ટન કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, હું સચ્ચાઈની સાથે બધાને પહેલા જ કહી ચુક્યો છું પરંતુ જે લોકોને એમ લાગે છે કે હજુ પણ કંઈ છે તો એવું બિલકુલ નથી. કોહલીએ જવાબ આપતાં જણાવ્યું કે, અમારું પૂરું ફોક્સ મેચ પર અને વર્લ્ડકપ પર છે. તેમ છતાં કેટલાક લોકો કઈંકને કઈંક નીકાળવા માંગતા હોય તો આવી ચીજોને હજુ બિલકુલ મહત્વપૂર્ણ નથી માંગતો.
ટી-20 વર્લ્ડકપની શરૂઆત પહેલા જ કોહલીએ ટુર્નામેન્ટ બાદ ટી-20 ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડશે. વિરાટ કોહલીના આ ફેંસલાથી દરેક હેરાન હતા.
ભારત સામે પાકિસ્તાનનો કેવો છે વર્લ્ડકપ રેકોર્ડ
ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ મેદાન પર ટકરાય ત્યારે હંમેશા તણાવપૂર્ણ માહોલ હોય છે. ભારત અને પાકિસ્તાનન વચ્ચે અત્યાર સુધીમાં 50 અને 20 ઓવરના વર્લ્ડકપમાં મળીને 12 મુકાબલા રમાયા છે અને તમામ ભારતે જીત્યા છે. વન ડે વર્લ્ડકપમાં ભારત 7 અને ટી20 વર્લ્ડકપમાં 5 મેચ જીત્યું છે. પાકિસ્તાનનું હંમેશા સપનું વર્લ્ડકપમાં ભારતને હરાવવાનું રહ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ સપનું પૂરું થઈ શક્યું નથી. ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં પ્રથમ વખતે 1992માં ટકારાયા હતા. જે બાદ 2007માં જ્યારે ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ ત્યારથી આ બંને હરિફ દેશો આ ફોર્મેટમાં ટકરાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન ભારતને આજદિન સુધી હરાવી શક્યું નથી.
ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી,( કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
સ્ટેન્ડ બાય ખેલાડીઃ શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ, દીપક ચહર
આ ખેલાડીઓ કરાવશે પ્રેક્ટિસ
આ ઉપરાંત અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમન મેરિવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે.ગૌથમ ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે રહેશે.