T20 World Cup 2021, WI vs ENG: ટી20 વર્લ્ડકપમાં આજે 14મો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહ્યો છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલેંગ કરવાનો ફેંસલો લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમ 14.2 ઓવરમાં 55 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. માત્ર ક્રિસ ગેઇલ જ ડબલ આંકડામાં પહોંચી શક્યો હતો. ગેઈલે 13 રન બનાવ્યા હતા. તે સિવાય કોઈ બેટ્સમેન બે આંકડામાં સ્કોર કરી શક્યો નહોતો. આદિલ રાશિદે 4 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે ટી20 વર્લ્ડકપમાં ત્રીજો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો.


ટી20 વર્લ્ડકપમાં સૌથી ઓછા સ્કોર



  • 39 રન નેધરલેન્ડ વિ શ્રીલંકા, ચિત્તાગોંગ, 2014

  • 44 રન નેધરલેડ વિ શ્રીલંકા, શારજહા, 2021

  • 55 રન વેસ્ટ ઈન્ડિઝ વિ ઈંગ્લેન્ડ, દુબઈ 2021

  • 66 રન ન્યુઝિલેન્ડ વિ શ્રીલંકા, ચિત્તાગોંગ, 2014

  • 68 રન આયર્લેન્ડ વિ વેસ્ટ ઈન્ડિઝ, 2010


વેસ્ટ ઈન્ડિઝના ટી20 ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોર



  • 45 રન વિ ઈંગ્લેન્ડ, 2019

  • 55 રન વિ ઈંગ્લેન્ડ, 2021

  •  60 રન વિ પાકિસ્તાન, 2018

  • 71 રન વિ ઈંગ્લેન્ડ, 2019


આજે આ પ્લેઇંગ 11 સાથે મેદાનમાં ઉતરી કેરેબિયન ટીમ


સિમોન્સ, લુઈસ, ગેઈલ, હેટમાયર, બ્રાવો, પોલાર્ડ, પુરન, રસેલ, મેકોય, હોસેન, રામપાલ


આ પણ વાંચોઃ T20 WC, Ind vs Pak: આવતીકાલે ભારત-પાકિસ્તાનનો મહા મુકાબલો, જાણો અત્યાર સુધીની ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની કેવી રહી છે સફર