T20 World Cup: UAEમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. સ્ટાર બેટ્સેમન બાબર આઝમને ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે. સીનિયર ખેલાડી શોએબ મલિક તથા સરફરાજ અહમદને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. 


ડેડલાઈન પહેલા જ  PCBએ કરી ટીમ જાહેર


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ જાહેર કરી છે, જ્યારે ત્રણ ખેલાડીને રિઝર્વમાં રાખ્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી ટીમની પસંદગી કરવા માટે 9 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. જોકે પીસીબીએ ડેડલાઇન પહેલા જ ટીમની જાહેરાત કરી છે.


સિનિયર ખેલાડીના બદલે યુવા ક્રિકેટર પર મૂક્યો ભરોસો


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખૂબ મોટું પગલું ભરતાં પૂર્વ કેપ્ટન સરફરાજ અહમદ અને શોએબ મલિકને ટીમમાં સ્થાન નહીં આપવાનો ફેંસલો કર્યો છે. શોએબ મલિકે તાજેતરમાં કંગાળ દેખાવ કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલી સીપીએલમાં તે ખાસ દેખાવ કરી શક્યો નથી. જ્યારે સરફરાજ અહમદ 2019 વર્લ્ડકપ બાદ ટીમનો કાયમી ખેલાડી નથી. તાજેતરમાં તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સી કેટેગરીમાં નાંખવામાં આવ્યો હતો.






પીસીબીએ યુવા ખેલાડીઓ પર ભરોસો મુક્યો છે. પીએસએલમાં સારું પ્રદર્શન કરનારા આઝમ ખાનને ટીમમાં સ્થાન મળ્યું છે. ઈમાદ વસીમ પણ ટી20માં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. આ ઉપરાંત આસિફ અલી અને ખુશદિલ શાહને પણ ટી-20 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.


પાકિસ્તાનની ટીમ


બાબર આઝમ (કેપ્ટન), શાદાબ, હફીઝ, શાહિન અફરિદી, રાઉફ, આસિફ અલી, આઝણ ખાન, ખુશદિલ, હસનેન, રિઝવાન, નવાઝ, વસીમ અને શોએબ


રિઝર્વઃ ઉસ્માન કાદિર, ફખર જમાં, શહનવાઝ ધની