નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે ફાઇનલમાં જવા માટે બીજા ક્વૉલિફાયર મેચ રમાશે. બન્ને ટીમો હાલ જોરદાર ફોર્મમાં છે. ત્યારે આ બધાની વચ્ચે પ્રથમ ક્વૉલિફાયરમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે મળેલી હારને ધ્યાનમાં રાખતા દિલ્હીના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) પોતાની ટીમમાં એક મોટો ફેરફાર કરી શકે છે. રિપોર્ટ છે કે આજની મેચામાં ઇંગ્લિશ બૉલર ટૉમ કુરેનને પડતો મુકી શકે છે, અને તેની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર બેટ્સમેન માર્કસ સ્ટૉઇનિસ (Marcus Stoinis)ની વાપસી થઇ શકે છે. 


પ્રથમ ક્વૉલિફાયરમાં ધોનીના હાથમાં ઝૂડાય બાદ ટૉમ કુરનને લોકોએ ખુબ ટ્રૉલ કર્યો હતો. છેલ્લી ઓવરમાં ચેન્નાઇની કેપ્ટન ધોનીએ ટૉમ કરનને એક છગ્ગા અને બે ચોગ્ગા ફટકારીને મેચ દિલ્હીના હાથમાંથી ઝૂંટવી લીધી હતી. આ મેચ બાદ ટૉમ કુરનની બૉલિંગ પર સવાલો ઉભા થયા હતા. હવે રિપોર્ટ છે કે આજની બીજી ક્વૉલિફાયર મેચમાં કેકેઆર સામે ડીસી મજબૂતાઇથી ઉતરશે. આ મજબૂતાઇ લાવવા માટે માર્કસ સ્ટૉઇનિસને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે, અને ટૉમ કરનની છુટી લગભગ નક્કી છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર માર્કસ સ્ટૉઇનિસ બેટિંગની સાથે સાથે બૉલિંગ કરીને ટીમમાં મોટુ યોગદાન આપી શકે છે.  


યુએઇમાં હાલમાં આઇપીએલની બીજો તબક્કો ચાલી રહ્યો છે, આની શરૂઆતની મેચોમાંથી જ સ્ટૉઇનિશ બહાર થઇ ગયો હતો. સ્ટૉઇનિશને બૉલિંગ દરમિયાન હેમસ્ટ્રીંગની ઇન્જરી થઇ હતી, ત્યારબાદથી ટીમથી દુર થયો હતો. હવે તેની વાપસીની આશા પાક્કી છે. 




દિલ્હીની કેપિટલ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન-
શિખર ધવન, પૃથ્વી શૉ, ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિમરૉન હેટમેયર, અક્ષર પટેલ, આર અશ્વિન, કગિસો રબાડા, માર્કસ સ્ટૉઇનિસ, આવેશ ખાન, એનરિક નોર્ખિયા. 


દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે શાહજહાંના ક્રિકેટ સ્ટેડિયમમાં બીજી ક્વૉલિફાયર મેચ રમાશે. મેચ સાંજે 7.30 વાગે શરૂ થશે.