DRS in T20 World Cup:  આઈપીએલ 2021 બાદ યુએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડકપ શરૂ થશે. આઈસીસીએ આ વર્ષે પુરુષોના ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ વખત ડીસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS)નો ઉપયોગ કરવાનો ફેંસલો લીધો છે. આઈસીસીના સત્તાવાર નિવેદન મુજબ દરેક ઈનિંગમાં બંને ટીમોને ડીઆરએસના બે મોકા મળશે,


સામાન્ય રીતે ટી-20 મેચમાં એક ટીમને એક જ રિવ્યૂ મળે છે પરંતુ કોવિડ મહામારી દરમિયાન અનેક મેચોમાં અનુભવી એમ્પાયરોની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને આઈસીસીએ જૂનમાં ક્રિકેટના દરેક ફોર્મેટમાં એક રિવ્યૂ વધારવાનો ફેંસલો કર્યો હતો. આઈસીસીના આ ફેંસલા બાદ ટી20 અને વન ડેમાં એક ઈનિંગમાં જરેક ટીમને બે અને દરેક ટેસ્ટની ઈનિંગમાં બંને ટીમોને રિવ્યૂના ત્રણ મોકા આપવામાં આવે છે.


મિનિમમ ઓવર્સનો નિયમ પણ બદલાયો


ટી-20 વર્લ્ડકપ માટે આઈસીસીએ વરસાદથી પ્રભાવિત કે અન્ય કારણોસર મોડી શરૂ થનારી મેચ માટે પણ નિયમમાં બદલાવ કર્યો છે. ગ્રુપ સ્ટેજમાં સામાન્ય નિયમ મુજબ ડકવર્થ લુઇસથી મેચનું પરિણામ લાવવા માટે દરેક ટીમને ઓછામાં ઓછી પાંચ ઓવર બેટિંગ કરવી ફરજિયાત હતા. સેમિફાઇનલ અને ફાઇનલમાં દરેક ટીમે ડકવર્થ લુઇસથી મેચનું પરિણામ કાઢવા માટે ઓછામાં ઓછી દસ ઓવર બેટિંગ કરવી ફરજિયાત હશે.


ગત ટી20 વર્લ્ડકપમાં આ કારણે નહોતો થયો ડીઆરએસનો ઉપયોગ


આઈસીસીના લગભગ તમામ મુકાબાલમાં ડીઆરએસનો ઉપયોગ થાય છે. 2016 સુધી ટી20 મેચમાં તે લાગુ નહોતો કરાયો. આ કારણે તે વર્ષે રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં ઉપયોગ નહોતો કરાયો. વેસ્ટ ઈન્ડિઝમાં 2018માં રમાયેલા મહિલાઓનો ટી-20 વર્લ્ડકપ ડીઆરએસનો ઉપયોગ થયો હોય તેવો આઈસીસીનો પ્રથમ ઈન્ટરનેશનલ ટી20 વર્લ્ડકપ હતો. જે બાદ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપમાં 2020ની એડિશનમાં પણ તેનો ઉપયોગ થયો હતો.


આ પણ વાંચોઃ Diwali 2021: દિવાળી પહેલા સોનાનો ભાવ પહોંચી શકે છે 60 હજાર, જાણો શું છે કારણ


T-20 World Cup: ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બદલાવ, ધોની, કોહલી, શાસ્ત્રીની મળશે બેઠક