ટી-20 વર્લ્ડકપની શરૂઆત થવામાં હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. આ મહાટૂર્નામેન્ટમાં ભારતના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધના મુકાબલાથી થશે. આ દરમિયાન ભારતમાં ટી-20 વર્લ્ડકપની મેચોના પ્રસારણને લઇ એક મોટી જાણકારી સામે આવી છે. દેશના લગભગ 35 શહેરોમાં ફેન્સ હવે મલ્ટીપ્લેક્સમાં પણ લાઇવ મેચ જોઇ શક્શે. મલ્ટિપ્લેક્સ ચેન પીવીઆર સિનેમાએ શુક્રવારે કહ્યું હતું કે તેણે આઇસીસી ટી 20 વર્લ્ડ કપ દરમિયાન ક્રિકેટ મેચોની લાઇવ સ્ક્રીનીંગના અધિકારો મેળવ્યા છે.
મલ્ટીપ્લેક્સ ચેન ચલાવનાર PVR સિનેમા દ્વારા શુક્રવારે આ જાણકારી આપવામાં આવી છે. પીવીઆર સિનેમાનો આઇસીસી સાથે કરાર થયો છે, 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રમાનાર વર્લ્ડકપની ભારતીય ટીમની મેચનું પ્રસારણ સીધુ મલ્ટીપ્લેક્સમાં થઇ શક્શે.
PVR અનુસાર, તેઓ ભારતની તમામ મેચ, સેમીફાઇનલ અને ફાઇનલ મેચોનું પ્રસારણ કરશે. દેશના કુલ 35 શહેરોમાં 75 મલ્ટીપ્લેક્સ હોલમાં આ પ્રસારણ કરવામાં આવશે. જેમા નવી દિલ્હી, મુંબઇ, પૂણે અને અમદાવાદ જેવા શહેરો સામેલ છે. નોંધનિય છે કે, દેશના અલગ-અલગ શહેરોમાં આમ પણ પ્રશંસકો મોટી સ્ક્રિન લગાવીને મેચની મજા માણે છે, આવામાં હવે સીધુ મલ્ટીપ્લેક્સમાં મેચ જોવું પણ એક સુખદ અનુભવ છે. ભારતીય ટીમની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ છે. તેના પછી ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચ રમશે.
T20 World Cup: હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડકપમાં ભજવશે કઈ મોટી ભૂમિકા ભજવશે ? જાણો શું થયો ખુલાસો
ટી20 વર્લ્ડકપ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ભારતીય ટીમમાં ગઈકાલે એક બદલાવ પણ કરવામાં આવ્યો છે અને અક્ષર પટેલના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં લેવાયો છે. જોકે ભારતીય ટીમમાં એક કમી છે કે ટીમમાં કોઈ મેચ ફિનિશર નહોતો. જોકે હવે આનો પણ ઉકેલ આવી ગયો છે, કારણકે ઓલરાઉન્ડ હાર્દિક પંડ્યાને જે હેતુથી ટી20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યું હતું તેના પર તે ખરો નથી ઉતરી રહ્યો. પરંતુ તેને હવે એમએસ ધોની વાળી ભૂમિકા આપવામાં આવી રહી છે. પંડ્યાને એક બેટ્સમેન તરીકે મેચ ફિનિશરની જવાબદારી સોંપવામાં આવી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે.
ટીમ મેનેજમેન્ટે શું લીધો નિર્ણય
ભારતીય ટીમ મેનેજમેન્ટ દ્વારા તાજેતંરમાં હાર્દિક પંડ્યાની ઈજાનું મૂલ્યાંકન કરીને તેને ટી20 વર્લ્ડકપમાં મેચ ફિનિશર તરીકે રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં ટીમના એક સૂત્રએ જણાવ્યું કે, જ્યારે બોલિંગની વાત આવે છે ત્યારે હાર્દિક હજુ પણ 100 ટકા સુધી ફિટ નથી. પરંતુ દબાણને હળવું કરવા માટે બેટિંગની વાત આવે છે ત્યારે તેનો અનુભવ ટીમને કામમાં આવી શકે છે. હાર્દિક સારો મેચ ફિનિશર છે.