Bhuvneshwar Kumar T20I Record: આજે ટી20 વર્લ્ડ કપની સુપર 12 મેચોમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ઝિમ્બાવ્વેને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન ભારતના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારે એક મહત્વનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભુવનેશ્વર કુમારે ઝિમ્બાબ્વે સામે એક મેડન ઓવર ફેંકતાં જ ટી20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકના બોલર બની ગયો છે.


ભુવનેશ્વર કુમારે બનાવ્યો રેકોર્ડઃ


ભુવનેશ્વર કુમારે મેલબોર્નમાં ઝિમ્બાબ્વે સામે ભારત માટે બોલિંગની શરૂઆત કરતી વખતે આ રેકોર્ડ બનાવ્યો છે. ભુવનેશ્વર કુમારે વેસ્લી માધવેરેને કેચ આપતાં તેના પ્રથમ બોલ પર વિકેટ લીધી હતી. આ સાથે જસપ્રીત બુમરાહની વાત કરીએ તો બુમરાહે ટી20 ઈન્ટરનેશનલમાં અત્યાર સુધીમાં 9 ઓવર મેડન ફેંકી છે. જ્યારે આજની મેચમાં એક મેડન ઓવર ફેંકતાં જ ભુવનેશ્વર કુમારે રેકોર્ડ 10 ઓવર મેંડન ફેંકી છે.


ભારતે આપ્યો 187 રનનો લક્ષ્યાંકઃ


ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 51 રનનું યોગદાન આપ્યું હતું.


રોહિત ફરી નિષ્ફળ


ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ફરી નિષ્ફળ રહ્યો હતો. તે 13 બોલમાં 15 રન બનાવી આઉટ  થયો હતો. કોહલીએ 25 બોલમાં 26 રન બનાવ્યા હતો. દિનેશ કાર્તિકના સ્થાને ટીમમાં સમાવાયેલો રિષભ પંત પણ નિષ્ફળ રહ્યો હતો. તે 3 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. એક સમયે ભારતનો સ્કોર 87 રન પર 1 વિકેટથી 101 રન પર 3 વિકેટ થઈ ગયો હતો. જે બાદ સૂર્યકુમાર યાદવ (25 બોલમાં અણનમ 61 રન) અને હાર્દિક પંડ્યા(18 રન)એ બાજી સંભાળી હતી.


ભારતે પ્લેઇંગ ઇલેવનમાં કર્યો બદલાવ


ટીમ ઈન્ડિયાએ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યો છે. દિનેશ કાર્તિકના સ્થાને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


ભારતની પ્લેઇંગ ઇલેવન:


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.


ઝિમ્બાબ્વેની પ્લેઇંગ ઇલેવનઃ


 વેસ્લે મધવેરે, ક્રેગ ઇરવિન (કેપ્ટન), આર.ચકાબવા, સિન વિલિયમ્સ, સિકંદર રઝા, ટી. મૂન્યોંગા, આર. બર્લ, ટી. ચતારા. આર. ગાંરવા, મસાકાદ્ઝા, મુઝરબાની