T20 World Cup 2022 England vs Afghanistan: T20 વર્લ્ડ કપ 2022ની પોતાની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાન સામે આસાન વિજય મેળવ્યો છે. ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડે અફઘાનિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું અને ત્યારબાદ શાનદાર બોલિંગના આધારે અફઘાનિસ્તાન 112 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. સ્કોરનો પીછો કરતા ઈંગ્લેન્ડે પાંચ વિકેટ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.


સેમ કરનના નેતૃત્વમાં ઈંગ્લેન્ડની બોલિંગ શાનદાર રહી હતી


પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી ન હતી. પાવરપ્લેમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 35 રન જ બનાવી શકી હતી અને તેણે પોતાની 2 વિકેટ પણ ગુમાવી દીધી હતી. વચ્ચેની ઓવરોમાં પણ અફઘાનિસ્તાનના બેટ્સમેનો રન માટે તરસતા જોવા મળ્યા હતા. ઈંગ્લેન્ડે સતત સારી બોલિંગ કરી હતી. અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝદરાને 32 રનનું યોગદાન આપ્યું હતું. ઉસ્માન ગનીએ પણ 30 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સેમ કરને 3.4 ઓવરમાં માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. કરન T20 ઈન્ટરનેશનલ મેચમાં 5 વિકેટ લેનારો પ્રથમ ઈંગ્લિશ બોલર બની ગયો છે.






ઈંગ્લેન્ડ માટે પણ રન-ચેઝ આસાન નહોતુ


ઈંગ્લેન્ડ માટે પણ સ્કોરનો પીછો કરવો સરળ ન હતો અને તેણે પાંચ ઓવરમાં કેપ્ટન જોસ બટલરની વિકેટ ગુમાવી દીધી હતી. આક્રમક બેટિંગ માટે જાણીતી ઇંગ્લિશ ટીમ પાવરપ્લેમાં માત્ર 40 રન જ બનાવી શકી હતી. આ પછી 14મી ઓવર સુધી તેણે ચાર વિકેટ ગુમાવીને માત્ર 81 રન બનાવ્યા હતા. આ પછી પણ અફઘાનિસ્તાનની બોલિંગ ચાલુ રહી, પરંતુ ઇંગ્લેન્ડે લક્ષ્ય હાંસલ કર્યું. 


ન્યુઝીલેન્ડની T20 વર્લ્ડકપમાં જીત સાથે શરૂઆત


T20 વર્લ્ડ કપમાં આજથી સુપર-12 મેચો શરૂ થઈ છે. જેમાં પ્રથમ મુકાબલો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયો. ન્યુઝીલેન્ડે ટી20 વર્લ્ડકપ અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને રનથી હાર આપી હતી. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 200 રન બનાવ્યા હતા. કોન્વે 58 બોલમાં 92 રન ( 7 ફોર અને 2 સિક્સ) અને નીશનમ 13 બોલમાં 26 રન (2 સિક્સ) બનાવી અણનમ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 2 અને એડમ ઝમ્પાએ 1 વિકેટ લીધી હતી.


આ પણ વાંચોઃ


T20 World Cup 2022, AUS vs NZ: ગ્લેન ફિલિપ્સે પકડ્યો શાનદાર કેચ, બની શકે છે કેચ ઓફ ધ ટુર્નામેન્ટ, જુઓ વીડિયો