T20 World Cup 2022, AUS vs NZ Live: ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 89 રનથી આપી હાર, સાઉથી-સેન્ટરની 3-3 વિકેટ

T20 World Cup, AUS vs NZ: આજથી (22 ઓક્ટોબર) T20 વર્લ્ડ કપ 2022માં સુપર-12 રાઉન્ડ શરૂ થવાની સાથે જ ખરી ધમાલ પણ શરૂ થશે. આ રાઉન્ડની શરૂઆત છેલ્લા T20 વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ ટીમો વચ્ચેની મેચથી થશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 22 Oct 2022 04:00 PM
111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ ઓસ્ટ્રેલિયન ટીમ

201 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઓસ્ટ્રેેલિયન ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. 17.1 ઓવરમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 111 રન બનાવી ઓલઆઉટ થતાં ન્યુઝીલેન્ડનો 89 રનથી વિજય થયો હતો. મિચેલ સેન્ટરે 31 રનમાં 3, ટીમ સાઉથીએ 6 રનમાં 3, ટ્રેન્ટ બોલ્ટે 24 રનમાં 2 તથા ફર્ગ્યુસન અને સોઢીએ 1-1 વિકેટ લીધી હતી.

ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં

6 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 37 રન છે. મેક્સવેલ 1 અને સ્ટોયનિસ 1 રને રમતમાં છે.

ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં

6 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 37 રન છે. મેક્સવેલ 1 અને સ્ટોયનિસ 1 રને રમતમાં છે.

ઓસ્ટ્રેલિયન ઓપનર પેવેલિયન ભેગા

201 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની નબળી શરૂઆત થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 4 ઓવરના અંતે 2 વિકેટના નુકસાન પર 30 રન બનાવ્યા છે. ફિંચ 13 રન બનાવી સાન્ટનેરનો શિકાર બન્યો હતો.

ઓસ્ટ્રેલિયાની નબળી શરૂઆત

201 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની નબળી શરૂઆત થઈ છે. ઓસ્ટ્રેલિયાએ 2 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 7 રન બનાવ્યા છે. વોર્નર 5 રન બનાવી સાઉથીનો શિકાર બન્યો હતો.

ન્યુઝીલેન્ડે બનાવ્યો ટી20 વર્લ્ડકપમાં સર્વોચ્ચ સ્કોર

ન્યુઝીલેન્ડે 200 રન બનાવવાની સાથે ટી20 વર્લ્ડકપમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. કિવી ટીમે ટી20 વર્લ્ડકપનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. આ પહેલા તેનો સર્વોચ્ચ સ્કોર 198 રન હતો. જે તેણે 009માં આયર્લેન્ડ સામે બનાવ્યો હતો. તે પહેલા 2012માં બાંગ્લાદેશ સામે 191 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાને જીતવા 201 રનનો ટાર્ગેટ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝિલેન્ડની ટીમે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 200 રન બનાવ્યા હતા. કોન્વે 58 બોલમાં 92 રન ( 7 ફોર અને 2 સિક્સ) અને નીશમ 13 બોલમાં 26 રન (2 સિક્સ) બનાવી અણનમ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 2 અને એડમ ઝમ્પાએ 1 વિકેટ લીધી હતી.





ન્યુઝીલેન્ડે ગુમાવી ત્રીજી વિકેટ

16 ઓવરના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 152 રન છે. ગ્લેન ફિલિપ્સ 12 રન બનાવી હેઝલવુડની ઓવરમાં આઉટ થયો.  કોન્વે 47 બોલમાં 32 રન બનાવી રમતમાં છે.

ન્યુઝીલેન્ડે ગુમાવી બીજી વિકેટ

13 ઓવરના અંતે ન્યુઝીલેન્ડનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 125 રન છે. કેન વિલિયમસન 23 રન બનાવી એડમ ઝમ્પાની ઓવરમાં આઉટ થયો.  કોન્વે 39 બોલમાં 59 રન બનાવી રમતમાં છે.

6 ઓવરના અંતે 61 રન

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડનો સ્કોર 6 ઓવરના અંતે 1 વિકેટના નુકસાન પર 65 રન છે. કોન્વે 19 અને વિલિયમસન 4 રને રમતમાં છે.  ફિન એલિન 16 બોલમાં 42 રન બનાવી હેઝલવુડની ઓવરમાં બોલ્ડ થયો હતો.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો

ટી20 વર્લ્ડકપના સુપ12 રાઉન્ડની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેેલિયાએ ટોસ જીતી બોલિંગનો ફેંસલો કર્યો છે.





મેચમાં વરસાદની છે સંભાવના

આ મેચમાં વરસાદ પડવાની સંભાવના  છે. મેચ દરમિયાન વરસાદની સંભાવના 90% છે.

ક્યાં રમાશે મેચ

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) ખાતે ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. 

બ્રેકગ્રાઉન્ડ

ICC T20 World Cup 2022, AUS vx NZ: આજથી (22 ઓક્ટોબર) T20 વર્લ્ડ કપ 2022માં સુપર-12 રાઉન્ડ શરૂ થવાની સાથે જ ખરી ધમાલ પણ શરૂ થશે. આ રાઉન્ડની શરૂઆત છેલ્લા T20 વર્લ્ડ કપની ફાઇનલિસ્ટ ટીમો વચ્ચેની મેચથી થશે. આમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આમને-સામને થશે.


T20I રેન્કિંગમાં ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા કરતા સારું છે


પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડનો પડકાર યજમાન ઓસ્ટ્રેલિયા સામે હશે. ટી20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ન્યુઝીલેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા કરતા એક સ્થાન ઉપર છે. જ્યારે ન્યુઝીલેન્ડ 5માં સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયા 6માં સ્થાને છે. ઓસ્ટ્રેલિયા તાજેતરમાં જ ભારત અને ઈંગ્લેન્ડ સામે ટી-20 શ્રેણી હારી ગયું છે. પ્રેક્ટિસ મેચમાં પણ તેને ભારતીય ટીમ તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો.


ન્યુઝીલેન્ડની ટીમને આ મહિને રમાયેલી ત્રિકોણીય શ્રેણીમાં પણ પાકિસ્તાનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રેક્ટિસ મેચમાં પણ તેને દક્ષિણ આફ્રિકાએ ખરાબ રીતે પરાજય આપ્યો હતો. આવી સ્થિતિમાં, આ બંને ટીમો માટે તેમની તાજેતરની હારને ભૂલીને મજબૂતી સાથે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરવી પડકાર હશે.


બંને ટીમના પ્લેઈંગ-11 કેવી રીતે હોઈ શકે?


ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (સી), ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટ), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોસ હેઝલવુડ.


ન્યુઝીલેન્ડ: ડેવન કોનવે, ફિન એલન/માર્ટિન ગુપ્ટિલ, કેન વિલિયમસન (સી), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, જીમી નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન/એડમ મિલ્ને, ઈશ સોઢી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.