T20 World Cup: ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે મંગળવારે T20 વર્લ્ડ કપ 2022 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઑસ્ટ્રેલિયામાં 16 ઑક્ટોબરથી યોજાનારા આ વર્લ્ડ કપ માટે પ્રથમ વખત કેટલાક ખેલાડીઓને કીવી ટીમમાં જગ્યા મળી છે. ફિન એલન અને માઈકલ બ્રેસવેલ પ્રથમ વખત સિનિયર વર્લ્ડ કપમાં રમશે. ગયા વર્ષે UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં કિવી ટીમને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
સેન્ટ્રલ કોન્ટ્રાકટ ફગાવનારા આ બે ખેલાડીને મળ્યું સ્થાન
ટ્રેન્ટ બોલ્ટ અને જિમી નીશમ, જેમણે તાજેતરમાં ન્યુઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને ઠુકરાવી દીધો હતો તે પણ આ ટીમનો ભાગ હશે. ફિન એલન સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવનાર નવા ખેલાડીઓમાંનો એક છે.
આ સાથે ઝડપી બોલર એડમ મિલ્નેને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ડેવોન કોનવેનો વિકેટકીપર તરીકે પ્રથમ પસંદગી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ તેણે આ જવાબદારી નિભાવી હતી. આ સાથે તેને વેસ્ટ ઈન્ડિઝ સામે તાજેતરમાં પૂરી થયેલી શ્રેણી માટે પણ ટીમમાં રાખવામાં આવ્યો છે.
વિલિયમસન ત્રીજી વખત કરશે કેપ્ટનશિપ
ICC T20 વર્લ્ડ કપમાં કેન વિલિયમસન ત્રીજી વખત ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ કરશે. ન્યુઝીલેન્ડના બોલિંગ આક્રમણની વાત કરીએ તો, લોકી ફર્ગ્યુસન, ટિમ સાઉથી અને એડમ મિલ્ને જેવા બોલરો ફાસ્ટ બોલિંગ આક્રમણમાં ટેન્ટ બોલ્ડને સપોર્ટ કરશે. જ્યારે ઇશ સોઢી સ્પિન આક્રમણનું નેતૃત્વ કરશે, જ્યારે બ્રેસવેલ અને મિશેલ સેન્ટનર તેને સપોર્ટ કરશે.
આ ખેલાડી રમશે સાતમી વખત ટી20 વર્લ્ડકપ
માર્ટિન ગુપ્ટિલ પણ ટીમનો ભાગ છે. તે સાત T20 વર્લ્ડ કપ રમનાર પ્રથમ કિવી ખેલાડી છે. શાકિબ અલ હસન અને રોહિત શર્મા એવા ખેલાડીઓ છે જે તમામ 8 T20 વર્લ્ડ કપમાં રમશે.
T20 વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન (સી), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, એડમ મિલ્ને, ડેરેલ મિશેલ, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી.
આ પણ વાંચોઃ