T20 WC 2022, IND vs AUS: ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપ 2022 (T20 World Cup 2022)ની તૈયારીઓમાં લાગી છે, ટીમે પોતાની પહેલી વૉર્મ-અપ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી, આ મેચમાં ઓસ્ટ્રેલિયાને ભારતીય ટીમે 6 રનથી હાર આપી. આ મેચમાં છેલ્લી ઓવર નિર્ણાયક સાબિત થઇ, કેમ કે જીતની નજીક ઉભેલી ઓસ્ટ્રેલિયા આ ઓવરમાં હારી ગઇ હતી. જોકે, આ ઓવરમાં એક ખાસ કેચ આવ્યો તે ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ કેચ વિરાટ કોહલીએ બાઉન્ડ્રી પર ઝડપ્યો હતો. જુઓ વિરાટનો અદભૂત કેચ.... 


છેલ્લી ઓવરમાં કર્યુ કારનામુ - 
ઇનિંગની છેલ્લી ઓવર એટલે કે 20મી ઓવરમાં મોહમ્મદ શમી બૉલિંગ કરવા આવ્યો, શમીએ ત્રીજો બૉલ નાંખ્યો અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન કમિન્સે બાઉન્ડ્રી પર શૉટ ફટકાર્યો. આ દરમિયાન બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા વિરાટે કમિન્સના કેચને અદભૂત રીતે લપકી લીધો. આ કેચ જોઇને તમામ લોકો ચોંકી ગયા હતા. આની પાછળ ઓસ્ટ્રેલિયન ડગ આઉટ પણ બેસેલુ હતુ, તે પણ કોહલી પ્રસંશા કરવા લાગ્યા હતા. આ કેચથી ફરી એકવાર તેને સાબિત કરી દીધુ કે તેની ફિટનેસ એકદમ બરાબર છે. 






T20 WC 2022, Warm-Up: આઇસીસી ટી20 વર્લ્ડકપ માટેની વૉર્મ-અપ મેચો શરૂ થઇ ગઇ છે, આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વૉર્મ-અપ મેચ રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે શાનદાર છેલ્લી ઓવરમાં 6 રનથી જીત નોંધાવી હતી. ભારત તરફથી સૌથી બેસ્ટ સ્કૉર કેએલ રાહુલે 57 અને સૂર્યકુમાર યાદવે 50 રન બનાવ્યો હતો, જ્યારે કાંગારુ કેપ્ટન ફિન્ચે તાબડતોડ બેટિંગ કરતાં 76 રનની બેસ્ટ ઇનિંગ રમી હતી. 


ભારતીય ટીમની ઇનિંગ -
ટૉસ હારીને બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 20 ઓવરના અંતે 7 વિકેટના નુકશાને 186 રન બનાવ્યા હતા, જ્યારે જેમાં કેએલ રાહુલ અને સૂર્યાએ શાનદાર ફિફ્ટી લગાવી હતી. 


ઓસ્ટ્રેલિયા ટીમની ઇનિંગ -
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કાંગારુ ટીમે શાનદાર બેટિંગ કરી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી, કેપ્ટન ફિન્ચે 76 રન બનાવ્યાં હતાં, જોકે ટીમને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાની જીત લગભગ નક્કી હતી, પરંતુ છેલ્લી બે ઓવરમાં બાજી પલટાઇ ગઇ અને ટીમ ઇન્ડિયાએ 6 રનથી મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા ટીમ 20 ઓવર રમીને 180 રન બનાવી શકી હતી, 


છેલ્લી ઓવરમાં શમીનો તરખાટ 
વૉર્મ-અપ મેચમાં મોહમ્મદ શમીને એકપણ ઓવર નાંખવા ન હતી મળી પરંતુ, જ્યારે છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી તે સમયે કેપ્ટન રોહિત શર્માએ શમીને પહેલી અને મેચની છેલ્લી ઓવર ફેંકવા માટે આમંત્રણ આપ્યુ. શમીએ 20 ઓવરમાં એક પછી એક 4 કાંગારુઓને આઉટ કરીને ટીમને જીત અપાવવામાં સફળ રહ્યો હતો. શમીની છેલ્લી ઓવરમાં કમીન્સ, એગર, ઇંન્ગલિશ અને રિચર્ડસન આઉટ થયા હતા, જોકે, એગર રન આઉટ થતાં શમીને હેટ્રિક ન હતી મળી શકી.


ભારતીય પ્લેઇંગ ઇલેવન 
કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્નન અશ્વિન, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, ઋષભ પંત, દીપક હુડ્ડા.


ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન
એરોન ફિન્ચ (કેપ્ટન), મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, ટિમ ડેવિડ, જૉસ ઇનગ્લિંશ (વિકેટકીપર), પેટ કમિન્સ, એસ્ટૉન એગર, મિશેલ સ્ટાર્ક, કેન રિચર્ડસન, જૉસ હેઝલવુડ, મેથ્યૂ વેડ, ડેવિડ વૉર્નર, એડમ જામ્પા.