T20 World Cup 2024: ક્રિકેટ કેનેડાએ આગામી T20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. કેનેડા પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. કેનેડાની કેપ્ટનશીપ પાકિસ્તાની મૂળના કેનેડિયન ઓલરાઉન્ડર સાદ બિન ઝફરને સોંપવામાં આવી છે.


કેનેડાની ટીમમાં પ્રતિભાશાળી ક્રિકેટરોનું મિશ્રણ છે જેમણે સીઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. કેનેડાને આશા છે કે તેની ટીમ વૈશ્વિક સ્તરે તેના હરિફોને જોરદાર ટક્કર આપવામાં સફળ રહેશે. કેપ્ટન સાદ ઉપરાંત, કેનેડા પાસે બેટ્સમેન એરોન જોન્સન અને ફાસ્ટ બોલર ખલિમ સના જેવા ખેલાડીઓ છે, જેઓ મહત્વની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે.


આ ખેલાડીઓ રહ્યા અનલકી


કેનેડાની ટીમમાં નિખિલ દત્તા અને શ્રીમંત વિજયરત્નેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તજિન્દર સિંહને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે. જોકે, T20 વર્લ્ડ કપમાં કેનેડા માટે રસ્તો સરળ નહીં હોય, જ્યાં તેને ભારત અને પાકિસ્તાનનો સામનો કરવો પડશે.


કેનેડાને T20 વર્લ્ડ કપ 2024 માટે ગ્રુપ Bમાં સ્થાન મળ્યું છે. કેનેડિયન ટીમ આગામી T20 વર્લ્ડ કપમાં 1 જૂને ડલાસમાં યુનાઇટેડ સ્ટેટ્સ સામે તેના અભિયાનની શરૂઆત કરશે. કેનેડા પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે અને યાદગાર પ્રદર્શન કરીને મોટી ટીમોને ચોંકાવી દેવાનો પ્રયાસ કરશે.


T20 વર્લ્ડ કપ 2024 માટે કેનેડાની ટીમ નીચે મુજબ છે


સાદ બિન ઝફર (કેપ્ટન), એરોન જોનસન, ડિલોન હેલાઇગર, દિલપ્રીત બાજવા, હર્ષ ઠાકર, જેરેમી ગોર્ડન, જુનૈદ સિદ્દીકી, કાલિમ સના, કંવરપાલ તાઠગુર, નવનીત ધાલીવાલ, નિકોલસ કિર્ટન, પરઘટ સિંહ, રવિન્દરપાલ સિંહ, રેયાનખાન પઠાણ અને શ્રેયા મોવા.     


રિઝર્વ - તજિન્દર સિંહ, આદિત્ય વર્ધરાજન, અમ્માર ખાલિદ, જતિન્દર મઠરુ અને પરવીન કુમાર.