India vs Ireland T20 World Cup 2024, Weather Forecast:  ભારતીય ટીમ બુધવારે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં (Nassau County International Cricket Stadium New York) ભારતનો મુકાબલો આયર્લેન્ડ (India vs Ireland) સામે થશે. રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી જેવા ભારતના દિગ્ગજ ક્રિકેટરો 17 વર્ષથી T20 વર્લ્ડ કપની ટ્રોફી ન જીતવાના અફસોસને ભૂંસી નાખવામાં કોઈ કસર છોડવા માંગશે નહીં. જોકે, T20 વર્લ્ડ કપમાં વરસાદનો પડછાયો હતો કારણ કે વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસમાં ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. આ પછી ભારતની મેચને લઈને ચાહકોમાં ચિંતા થાય તે સ્વાભાવિક છે.


વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારત અને આયર્લેન્ડ વચ્ચેની મેચ દરમિયાન ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે. જો કે વરસાદની બહુ સંભાવના નથી. બંને ટીમો વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે અને ન્યૂયોર્કમાં વરસાદની સંભાવના 23 ટકા છે. વરસાદ મેચમાં વિક્ષેપ પાડે તેવી શક્યતા ઓછી છે, પરંતુ મેચના અંતે ખરાબ હવામાનની આગાહી કરવામાં આવી છે. ન્યૂયોર્કના સ્થાનિક સમય અનુસાર મેચ સવારે 10.30 વાગ્યે શરૂ થશે.  


પ્રસારણ અને લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?


ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાનારી મેચનું ભારતમાં ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય ડિઝની પ્લસ હોટસ્ટાર પર મેચનું ફ્રી લાઈવ સ્ટ્રીમિંગ જોવા મળશે.


કેવી હશે પીચ?


નાસાઉ કાઉન્ટી ગ્રાઉન્ડ પિચથી બેટ્સમેન અને બોલરો બંનેને ફાયદો થવાની અપેક્ષા છે. ટી-20 વર્લ્ડ કપમાં ડ્રોપ-ઇન પિચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેથી પીચની સ્થિતિ શું હશે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. IPL 2024માં ઘણા 200 પ્લસ સ્કોર થયા હતા, પરંતુ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી આવું જોવા મળ્યું નથી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું હતું કે ન્યૂયોર્કમાં IPL જેવા મોટા સ્કોર જોવાની બહુ સંભાવના નથી અને અહીં બેટ્સમેનોને સંઘર્ષ કરવો પડી શકે છે.


આયરલેન્ડની વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન 


રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.