T20 World Cup 2024 Indian Cricket Team Schedule: IPL 2024 પુરી થઇ ગઇ છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રવિવાર, 26 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળની KKRએ જીતનો ઝંડો લહેરાવ્યો અને ટ્રોફી જીતી. હવે IPL પુરી થયા બાદ T20 વર્લ્ડકપ શરૂ થશે, જેના માટે ટીમ ઈન્ડિયાના લગભગ તમામ ખેલાડીઓ અમેરિકાના ન્યૂયોર્ક પહોંચી ગયા છે. માત્ર 2-3 ખેલાડીઓ અમેરિકા પહોંચવાના બાકી છે.


T20 વર્લ્ડકપની યજમાની અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ કરશે, જે 1 જૂનથી શરૂ થશે. જોકે, સમયના તફાવતને કારણે ભારતમાં ટૂર્નામેન્ટ 2 જૂનથી શરૂ થશે. રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમ ટૂર્નામેન્ટના ગ્રુપ Aમાં હાજર છે, જેમાં ભારત સિવાય અમેરિકા, કેનેડા, પાકિસ્તાન અને આયર્લેન્ડ પણ સામેલ છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજની તમામ મેચો માત્ર અમેરિકામાં જ રમશે.


ટીમ ઈન્ડિયા 5 જૂન બુધવારે આયર્લેન્ડ સામે T20 વર્લ્ડકપની પ્રથમ મેચ રમશે. આ પછી ટીમ ઈન્ડિયાનો બીજો મુકાબલો 9 જૂન રવિવારે પાકિસ્તાન સામે થશે. આ બંને મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 30 એપ્રિલે T20 વર્લ્ડકપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્માને ટીમનો કેપ્ટન અને હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 15 સભ્યોની ટીમ ઉપરાંત 4 રિઝર્વ ખેલાડીઓની પણ જાહેરાત કરવામાં આવી હતી.


ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાનું શિડ્યૂલ - 


પહેલી મેચ 05 જૂન, બુધવાર - ભારત વિરૂદ્ધ આયરલેન્ડ- નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂયોર્ક


બીજી મેચ 09 જૂન, રવિવાર - ભારત વિરૂદ્ધ પાકિસ્તાન- નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂયોર્ક 


ત્રીજી મેચ 12 જૂન, બુધવાર - ભારત વિરૂદ્ધ અમેરિકા- નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, ન્યૂયોર્ક


ચોથી મેચ 15 જૂન, શનિવાર - ભારત વિરૂદ્ધ કેનેડા- સેન્ટ્રલ બ્રૉવાર્ડ રીઝનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, લૉડરહિલ, ફ્લૉરિડા


ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમ 
રોહિત શર્મા, યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર સિંહ ચહલ, અરવિંદસિંહ ચૌહાણ. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ. 
રિઝર્વ - શુભમન ગીલ, રિન્કુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન.