Mitchell Starc Retirement: ઇન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝન પણ પુરી થઇ ગઇ છે, ગઇકાલે સાંજે રમાયેલી આઇપીએલ 2024ની ફાઇનલમાં કોલકાતાએ હૈદારબાદને હરાવીને ટ્રૉફી પોતાના નામે કરી લીધી છે. હવે મિશેલ સ્ટાર્કને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. મિશેલ સ્ટાર્કે IPL 2024ના પ્લેઓફમાં જ પોતાની બૉલિંગની ધાર બતાવી હતી. આ પછી તેને IPL 2024ની ફાઈનલ મેચમાં શાનદાર બોલિંગ કરી અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ટ્રૉફી જીતાડી. સ્ટાર્કે હૈદરાબાદના ખેલાડીઓને રિકવર થવાની તક પણ આપી ન હતી. મેચ બાદ મિશેલ સ્ટાર્કે એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેને ક્રિકેટના એક ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપ્યો છે.


કોઇ એક ફૉર્મેટમાં સંન્યાસ લઇ શકે છે મિશેલ સ્ટાર્ક 
ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં તેની સર્વશ્રેષ્ઠ સિઝન પછી તેની ભાવિ યોજનાઓ વિશે પીટીઆઈના પ્રશ્નના જવાબમાં સ્ટાર્કે કહ્યું કે T20 તેની કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આઈપીએલ ફાઈનલમાં તેના શાનદાર પ્રદર્શન બાદ મિશેલ સ્ટાર્કે કહ્યું, "છેલ્લા નવ વર્ષોમાં, મેં ચોક્કસપણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટને પ્રાથમિકતા આપી છે. મેં હંમેશા પોતાના શરીરને આરામ આપ્યો અને પોતાની પત્નીની સાથે ક્રિકેટથી દુર થોડોક સમય વિતાવવા માટે સમય કાઢ્યો છે.


મિશેલ સ્ટાર્કે આગળ કહ્યું આગળ વધતા, હું પોતાની કેરિયરના અંતની નજીક છું, શરૂઆત નથી, આગામી વર્લ્ડકપ સુધી હજુ ઘણો સમય છે, અને સંભવ છે કે, એક ફોર્મેટને છોડી દેવામાં આવે. આ ફોર્મેટ છોડવા કે ના છોડવાનો નિર્ણય વધુ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવાનો દરવાજો ખોલી દેશે. તેને કહ્યું કે, આ વર્ષે આઇપીએલ તેને વેસ્ટ ઇન્ડિઝમાં 2 જુને રમાનારા ટી20 વર્લ્ડકપ માટે તૈયાર થવામાં મદદ કરશે. 


આઇપીએલ 2024 માં મિશેલ સ્ટાર્કનું પ્રદર્શન  
કોલકાતા નાઈટ રાઈડર્સે સ્ટાર્કને રેકોર્ડ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અને તેને IPL 2024 પ્લેઓફમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ સિઝનમાં કુલ 17 વિકેટ લીધી હતી. પ્લેઓફમાં સ્ટાર્કે 34 રનમાં 3 વિકેટ લીધી હતી અને ફાઇનલમાં પણ તેણે 2.3 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ જોરદાર પ્રદર્શનના કારણે શાહરૂખ ખાનની ટીમ સરળતાથી ચેમ્પિયન બની હતી.