T20 World Cup 2024 Terror Threat: T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થશે. આ વખતે વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરશે. પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા વેસ્ટ ઈન્ડિઝ એટલે કે કેરેબિયન દેશોને આતંકવાદી હુમલાની ધમકી મળી છે. આ ધમકી ઉત્તર પાકિસ્તાન તરફથી આવી છે. જોકે, ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે આને લઈને સુરક્ષા વ્યવસ્થા શરૂ કરી દીધી છે.


ટી20 વર્લ્ડ કપ દરમિયાન કેરેબિયન દેશોને નિશાન બનાવવા માટે ઉત્તર પાકિસ્તાનમાં હાજર આતંકી સંગઠન IS-ખોરાસાન તરફથી ધમકી મળી છે. આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે 2024ના T20 વર્લ્ડ કપ સહિત વિશ્વભરની મોટી ઈવેન્ટ્સને નિશાન બનાવવાની ધમકી આપી છે. કેરેબિયન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આઈએસના મીડિયા ગ્રુપ 'નાશિર પાકિસ્તાન' પાસેથી ગુપ્ત માહિતી મળી હતી. ત્રિનિદાદ એક્સપ્રેસ અનુસાર, 'નાશિર પાકિસ્તાન' IS સાથે જોડાયેલી પ્રોપેગેન્ડા ચેનલ છે.


'ક્રિકબઝ'ના અહેવાલ મુજબ, આ પછી જાહેર કરાયેલ સુરક્ષા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "પ્રો-ઇસ્લામિક સ્ટેટ (IS) મીડિયા સ્ત્રોતોએ અફઘાનિસ્તાન-પાકિસ્તાન બ્રાન્ચના વિડિયો મેસેજ સહિત રમતગમતના કાર્યક્રમો સામે હિંસા ભડકાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે." જે ઘણા દેશોમાં થયેલા હુમલાઓને હાઇલાઇટ કરવામાં આવ્યા છે અને સમર્થકોને તેમના પોતાના દેશોમાં યુદ્ધના સામેલ થવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.


આ ગંભીર મુદ્દા પર ક્રિકબઝ સાથે વાત કરતા ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના સીઈઓ જોની ગ્રેવ્સે જણાવ્યું હતું કે, "અમે યજમાન દેશો અને શહેરોમાં સત્તાવાળાઓ સાથે નજીકથી કામ કરીએ છીએ અને વૈશ્વિક લેન્ડસ્કેપનું સતત નિરીક્ષણ અને મૂલ્યાંકન કરીએ છીએ જેથી કોઈપણ જોખમોને ઘટાડવા માટે અમારી જરૂરી યોજનાઓ અમલમાં કરી શકીએ.


T20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત 20 ટીમો સાથે રમાશે


નોંધનીય છે કે ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે 20 ટીમો સાથે ટૂર્નામેન્ટ રમાશે. ક્રિકેટ ઈતિહાસનો આ સૌથી મોટો T20 વર્લ્ડ કપ હશે, જેના માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવી જોઈએ.