ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સારુ પ્રદર્શન કરી શક્યું નહી અને સાઉથ આફ્રિકા સામે ફક્ત 56 રનમાં ઓલાઉટ થઇ ગયું હતું. ક્રિકેટ વર્લ્ડ કપની કોઈપણ સેમિફાઈનલમાં આ સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ શ્રીલંકાના નામે હતો. ટી- વર્લ્ડ કપ 2010ની સેમિફાઇનલમાં શ્રીલંકાની ટીમ ઇંગ્લેન્ડ સામે 128 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.






ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને હરાવીને સેમિફાઈનલમાં પહોંચેલા અફઘાનિસ્તાને ટી20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ક્રિકેટ ચાહકોને ઘણા નિરાશ કર્યા હતા.  અફઘાનિસ્તાનની ટીમ દક્ષિણ આફ્રિકા સામે 80 બોલ પણ રમી શકી ન હતી. દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને માત્ર 11.5 ઓવરમાં ઓલઆઉટ કરી દીધું.


પોતાના ક્રિકેટ ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં પહોંચેલી અફઘાનિસ્તાનની ટીમે ગુરુવારે તેના ચાહકોને નિરાશ કર્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી અફઘાન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેનો ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. ત્યારબાદ કોઇ પણ બેટ્સમેન ટકી શક્યો નહોતો. ચાર રનમાં પ્રથમ વિકેટ ગુમાવનાર અફઘાનિસ્તાનની ટીમે 20 રનમાં ચોથી વિકેટ, 23 રનમાં પાંચમી વિકેટ અને 28 રનમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી હતી. 77 બોલમાં 56 રન બનાવીને આખી ટીમ થોડી જ વારમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


અફઘાનિસ્તાન તરફથી તબરેઝ શમ્સી અને માર્કો જાનસેને સૌથી વધુ વિકેટ લીધી હતી. બંનેએ 3-3 વિકેટ લીધી હતી. શમ્સીએ માત્ર 1.5 ઓવરના સ્પેલમાં 6 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. યાનસેને 3 ઓવરના સ્પેલમાં 16 રન આપ્યા અને 3 વિકેટ લીધી. કગીસો રબાડા અને એનરિક નોર્ખિયાએ બે-બે વિકેટ લીધી હતી.