લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર મેથ્યૂ હેડનને યુએઈમાં રમાનારા ટી-20 વર્લ્ડકપ માટે બેટિંગ કોચ બનાવ્યો છે. જ્યારે સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર વર્નોન ફિલાન્ડરને બોલિંગ કોચ તરીકે નિમણૂક કરી છે. ટી-20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી શરૂ થશે.


પીસીબીના ચેરમેન રમીઝ રાજાએ જાહેરાત કરતાં જણાવ્યું કે, હેડન અને ફિલાન્ડર મિસ્બાહ ઉલ હક અને વકાર યૂનુસનું સ્થાન લેશે. હેડન અંગે તેમણે કહ્યું, ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ટીમમાં આક્રમકતા લાવી શકે છે. તેની પાસે વિશ્વકપનો અનુભવ છે અને તે ખુદ વિશ્વ સ્તરીય ખેલાડી હતો. ડ્રેસિંગ રૂમાં એક ઓસ્ટ્રેલિયનનું હોવું અમારા માટે ઘણું ફાયદાકારક રહેશે. ફિલેન્ડર અંગે તેમણે કહ્યું, તે બોલિંગમાં સારું જ્ઞાન ધરાવે છે. જેનો ફાયદો પાકિસ્તાની બોલરને થશે.


પાકિસ્તાનના બેને પૂર્વ ક્રિકેટર બેટિંગ કોચ મિસ્બાલ ઉલ હક અને બોલિંગ કોચ વકાર યૂનુસે  કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાના ફેંસલા માટે વર્કલોડ, પરિવારથી અંતર અને બાયો બબલનું જીવન ગણાવ્યું હતું. તાજેતરમાં જ રમીઝ રાજાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. તે બીજી વખત પીસીબી સાથે કામ કરે છે. 2003-4માં તે મુખ્ય કાર્યકારી રહી ચુક્યા છે.






ટી-20 વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે


ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપમાં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. આ મેચ 24 ઓક્ટોબરે રમાશે. જે બાદ ટીમ ઈન્ડિયા 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ, 3 નવેમ્બરે અફઘાનિસ્તાન અને 5 નવેમ્બરે સુપર 12માં ક્વોલિફાય કરનારી ટીમ (બી-1) સામે રમશે.


ભારત સામે ટકરાશે પાકિસ્તાનની આ ટીમ


પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 15 સભ્યો અને 3 રિઝર્વ ખેલાડીની કરેલી જાહેરાતમાં  સિનિયર ખેલાડી શોએબ મલિક અને સરફરાઝ અહમદને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. પાકિસ્તાનની ટીમ નીચે મુજબ છે. 


બાબર આઝમ (કેપ્ટન), શાદાબ, હફીઝ, શાહિન અફરિદી, રાઉફ, આસિફ અલી, આઝણ ખાન, ખુશદિલ, હસનેન, રિઝવાન, નવાઝ, વસીમ અને શોએબ


આ પણ વાંચોઃ India Corona Cases:  દેશમાં છેલ્લા 24 કલાકમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા, 339 લોકોનાં મોત