Cricket Ban in Afghanistan Taliban: અફઘાનિસ્તાનની ટીમ બહુ ઓછા સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઊંડી છાપ છોડવામાં સફળ રહી છે. પરંતુ હવે ધીમે ધીમે ટોપ ટીમ બનવાની તેની ઈચ્છા આડે આવી ગઈ છે. હાલમાં, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર છે, જેણે પહેલેથી જ મહિલાઓને રમત રમવા પર પ્રતિબંધ મૂકી રાખ્યો છે. હવે કેટલાક અહેવાલો અનુસાર, દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાન નેતાએ દેશમાં ક્રિકેટ પર સંપૂર્ણ પ્રતિબંધનો આદેશ આપ્યો છે. આ સમાચારને લઈને ક્રિકેટરસીકોને મોટો આંચકો લાગ્યો છે.
વિષય પર કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી
જો કે આ વિષય પર કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ આ સમાચારે ચોક્કસપણે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. પ્રતિબંધ ક્યારે અને કેવી રીતે લાગુ કરવામાં આવશે તે પણ હજુ સ્પષ્ટ નથી. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાનના લોકોનું માનવું છે કે ક્રિકેટની રમત દેશની અંદર ખરાબ વાતાવરણ બનાવી રહી છે અને તે શરિયા વિરુદ્ધ છે.
વર્તમાન સમયે અફઘાનિસ્તાનની ટીમ ભારતમાં છે
વર્તમાન સમયે અફઘાનિસ્તાનની ટીમ ભારતમાં છે, જ્યાં તેને ગ્રેટર નોઈડામાં ન્યુઝીલેન્ડ સાથે ટેસ્ટ મેચ રમવાની હતી. પરંતુ ખરાબ હવામાન અને મેદાનની ખરાબ સ્થિતિને કારણે ચાર દિવસની રમત રદ કરવામાં આવી છે. હાલમાં અફઘાન ટીમના ટેસ્ટ અને વનડે કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી છે.
અફઘાન ટીમે ક્રિકેટમાં ઘણી પ્રગતિ કરી છે
રાશિદ ખાન, મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહેમાન સહિત ઘણા ખેલાડીઓએ ક્રિકેટની મદદથી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. આ ક્રિકેટરો આખી દુનિયામાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમીને અઢળક કમાણી કરે છે અને સાથે જ અફઘાનિસ્તાનને ગૌરવ અપાવ્યું છે. અફઘાન ટીમે ક્રિકેટમાં ઘણી પ્રગતિ કરી છે અને ટી20 વર્લ્ડ કપ 2024ની સેમી ફાઇનલમાં પણ પહોંચી હતી. તેને સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો આ વાત સાચી પડશે તો ક્રિકેટ જગત માટે આ કોઈ મોટા આંચકાથી કમ નહીં હોય. કારણ કે, આ આદેશથી હજારો યુવા ક્રિકેટરોનું સપનું રોળાઈ જશે.
આ પણ વાંચો...