ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ના ફાઈનલ મુકાબલા માટે 15 સદસ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈ દ્વારા મંગળવારે સાંજે આ અંગે જાણકારી આપવામાં આવી છે. ડબ્લ્યૂબીસીનો ફાઈનલ મુકાબલો 18 જૂનથી ઈંગ્લેન્ડના સાઉથેંપ્ટનમાં રમાશે.



જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન


15 સદસ્યોની ટીમમાં રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યે રહાણે(વાઈસ કેપ્ટન), હનુમા વિહારી,ઋષભ પંત(વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિંદ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ સામેલ છે. 


ફાઈનલ માટે તૈયાર ટીમ ઈન્ડિયા


ભારતીય ટીમ ફાઈનલ મુકાબલા માટે પૂરી રીતે તૈયાર છે. ઘણા દિવસોથી ટીમ ઈન્ડિયા સતત પ્રેક્ટિસ કરી રહી છે. ખેલાડીઓની કોશિશ છે કે ઈંગ્લેન્ડના  મેદાન પર  વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી ત્યાંની પરિસ્થિતિ સમજવામાં આવે. ફાઈનલ મુકાબલા દરમિયાન હવામાનની ભૂમિકા મહત્વની રહેશે.