અમદાવાદઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈ મોટા સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ફિટનેસની સમસ્યાનો સામનો કરી રહેલા હાર્દિકે પસંદગીકારોને ટીમમાં પસંદગી ન કરવા જણાવ્યું છે. તેણે આ માટે ફિટનેસ પર ધ્યાન કેન્દ્રીય કરવા માંગતો હોવાનું કારણ આપ્યું છે. પંડ્યા ફિટનેસની સમસ્યાને કારણે ટી-20 વર્લ્ડકપ અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે બોલિંગ કરી શક્યો નહોતો. પંડ્યા બોલિંગ નહીં કરી શકતાં ભારતને ટી-20 વર્લ્ડકપમાં છઠ્ઠા બોલરની ખોટ વર્તાઈ હતી.


સાઉથ આફ્રિકા પ્રવાસે નહીં જાય પંડ્યા


ક્રિકઈન્ફોના રિપોર્ટ પ્રમાણે, હાર્દિક પંડ્યા બોલિંગમાં વાપસી કરવા માંગે છે તેથી તેણે પસંદગીકારોને સમય આપવા કહ્યું છે. ફિટનેસના કારણે પંડ્યાને ન્યૂઝીલેનેડ સામે રમાયેલી ટી20 શ્રેણીમાં પસંદ કરાયો નહોતો અને હવે તે સાઉથ આફ્રિકા પ્રવાસમાં પણ નહીં રમે તેમ સ્પષ્ટ થઈ ગયું છે.


ભારતને 1983નો વર્લ્ડકપ જીતાડનારા પૂર્વ કેપ્ટન કપિલદેવં કહ્યું હતું કે, જો હાર્દિક પંડ્યા બોલિંગ ન કરી શકતો હોય તો શું તેને ઓલરાઉન્ડર કહેવાય ? આ સિવાય ટી20 વર્લ્ડકપમાં પંડ્યાના બેટિંગથી કંગાળ પ્રદર્શન અને બોલિંગ નહીં કરી શકવાના કારણે ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેની ટિકા કરી હતી.


હાર્દિક પંડ્યાની કેવી છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર


હાર્દિક પંડ્યાએ 11 ટેસ્ટમાં 1 સદી અને 4 અડધી સદી વજે 532 રન બનાવવાની સાથે 17 વિકેટ લીધી છે. 63 વન ડેમાં તેણે 7 અડધી સદી વડે 1286 રન બનાવ્યા છે અને 57 વિકેટ ઝડપી છે. જ્યારે 54ટી20માં 146.29ના સ્ટ્રાઇક રેટની 553 રન બનાવવાની સાથે 42 વિકેટ લીધી છે.


આ પણ વાંચોઃ ગુજરાતી અક્ષર પટેલે ભારતનો કોઈ બોલર નથી કર્યો એ પરાક્રમ કરી બતાવ્યું, વિશ્વમાં બીજા નંબરે.....


ન્યુઝીલેન્ડના ક્રિકેટરે બાઉન્ડ્રી પર ગુલાંટ મારીને પકડ્યો એવો અફલાતૂન કેચ કે થઈ જશો દંગ, જુઓ વીડિયો