Gill Century Celebration: ભારતીય ટીમના યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલે ફરી એકવાર પોતાની બેટિંગનો દમ બતાવ્યો છે, ગીલે શ્રીલંકા બાદ હવે કીવી ટીમના બૉલરોની પણ જબરદસ્ત ધુલાઇ કરવાનું શરૂ કરી દીધુ છે, ગીલે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ વનડેમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. ગીલે કીવી ટીમ વિરુદ્ધ માત્ર 149 બૉલનો સામનો કરીને 19 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 208 રનની મહત્વીની ડબલ સેન્ચૂરી વાળી ઇનિંગ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 12 રનોથી જીત હાંસલ થઇ હતી, અને સીરીઝ પર 1-0થી લીડ બનાવી હતી.


ટીમ ઇન્ડિયાએ ડ્રેસિંગ રૂમમાં કેક કાપીને કરી ગીલની બેવડી સદીની ઉજવણી - 
શુભમન ગીલની બેવડી સદીની ઉજવણી ટીમ ઇન્ડિયાએ પ્રથમ વનડે બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમાં કેક કટિંગ કરીને કરી હતી. બીસીસીઆઇએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી કેક કટિંગ સેલિબ્રેશનનો વીડિયો શેર કર્યો છે.


બીસીસીઆઇ દ્વારા શેર કરવામાં વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, શુભમન ગીલની ડબલ સેન્ચૂરીની ઉજવણી કેક કટિંગ કરીને કરવામાં આવી રહી છે, અને સાથે ખેલાડીઓ સાથે કૉચ દ્રવિડ પણ દેખાઇ રહ્યા છે. વીડિયોમાં કોહલી, હાર્દિક, ઉમરાન, સિરાજ, ચહલ અને કૉચ સહિતના ખેલાડીઓ ગીલની બેટિગંની પ્રસંશા કરતા દેખાઇ રહ્યાં છે. આ વીડિયો શેર કરતાં બીસીસીઆઇએ કેપ્શનમાં લખ્યુ - Double Century ✅, Double the celebration 👌, #TeamIndia members describe @shubmangill 's incredible Double Ton in Hyderabad in their own style 😎......






વન ડેમાં બેવડી સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન બન્યો ગિલ- 
ગિલ આજની ઈનિંગ દરમિયાન વન ડેમાં બેવડી સદી ફટકારનારો યુવા બેટ્સમેન બન્યો હતો. તેણે 23 વર્ષ 132 દિવસની વયે હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે આ કારનામું કર્યું. આ પહેલા 2022માં ચટગાંવમાં ઈશાન કિશને બાંગ્લાદેશ સામે 24 વર્ષ અને 145 દિવસની વયે આ પરાક્રમ કર્યુ હતું. 2013માં રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લુરુમાં બેવડી સદી ફટકારી ત્યારે તેની વય 26 વર્ષ 186 દિવસ હતી.


વન ડેમાં બેવડી સદી ફટકારનારા ભારતીયો -
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે વન ડેમાં ભારત તરફથી સૌથી પ્રથમ બેવડી સદી ફટકારી હતી. સચિને 2010માં ગ્વાલિયરમાં સાઉથ આફ્રિકા સામે 200 રનની ઈનિંગ રમી હતી.
સચિન બાદ સેહવાગે 2011માં ઈન્દોરમા વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રનની ઈનિંગ રમી હતી.
જે બાદ સળંગ ત્રણ વખત રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 2013માં બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રન, 2014માં શ્રીલંકા સામે કોલકાતામાં 264 રન અને 2017માં ફરી શ્રીલંકા સામે મોહાલીમાં 208 રનની ઈનિંગ રમ્યો હતો.
2022માં ઈશાન કિશને બાંગ્લાદેશ સામે 210 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.
જે બાદ 18 જાન્યુઆરી, 2023ના રોજ શુબમન ગિલે હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે 208 રનની ઈનિંગ રમી.


વન ડે ઈન્ટનેશલમાં સૌથી વધુ ઝડપી 1000 રન બનાવનારા ખેલાડી બન્યો ગિલ - 


200 રનની ઈનિંગ દરમિયાન ગિલે વન ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.


18 ઈનિંગ- ફખર જમાન, પાકિસ્તાન
19 ઈનિંગ- શુબમન ગિલ, ભારત અને ઈન્ઝમામ ઉલ હક – પાકિસ્તાન
21 ઈનિંગઃ વિવ રિચાર્ડ્સ- વેસ્ટ ઈન્ડિઝ, કેવિન પીટરસન- ઈંગ્લેન્ડ, જોનાથન ટ્રોટ –ઈંગ્લેન્ડ, ક્વિન્ટન ડી કોક – સાઉથ આફ્રિકા, બાબર આઝમ – પાકિસ્તાન, રુસિ ડુસેન – સાઉથ આફ્રિકા