Kolkata Knight Riders: ભારતીય મીડિલ ઓર્ડર બેટ્સમેન અને આઇપીએલ 2022 (IPL 2022)માં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ના કેપ્ટન શ્રેયસ અય્યરે (Shreyas Iyer) 2.45 કરોડ રૂપિયા (એક્સ-શૉરૂમ)ની કિંમતવાળી મર્સિડીઝ-AMG G 63 4MATIC એસયુવી ખરીદી છે. શ્રેયસની એસયુવીની ડિલીવરી લેવાની તસવીર મુંબઇની મર્સિડીઝ બેન્ઝ લેન્ડમાર્ક કાર્સ દ્વારા શેર કરવામાં આવી છે. તેની જર્મન કાર નિર્માતાની સાથે ડીલરશીપ છે. 


મોંઘી કારોનો છે શોખ - 
શ્રેયસ અય્યર (Shreyas Iyer)ને મોંઘી કારોનુ ખુબ શોખ છે. તેની પાસે લેમ્બોર્ગિની હ્યૂરાકેન સુપરકાર, ઓડી એરએસ5 જેવી અન્ય કારો પણ છે. આઇપીએલ 2022થી પહેલા થયેલા ઓક્શનમા કોલકત્તા નાઇટ રાઇડર્સે શ્રેયસ અય્યરને 12 કરોડ 25 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી તે તેને ટીમની કમાન સોંપવામાં આવી હતી. આઇપીએલ 2021માં શ્રેયસ દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. 


આઇપીએલ 2022માં પ્રદર્શન - 
આઇપીએલ 2022માં શ્રેયસ અય્યર (Shreyas Iyer)નુ પ્રદર્શન એવરેજ રહ્યું. તેને 14 મેચોમાં 30.85 ની એવરેજ અને 134.56 ની સ્ટ્રાઇક રેટથી 401 રન બનાવ્યા. શ્રેયસ અય્યરે ટૂર્નામેન્ટની 15મી સિઝનમાં 3 ફિફ્ટી ફટકારી હતી, એટલુ જ નહીં 85 રન આ સિઝનનો તેનો સર્વાધિક સ્કૉર રહ્યો હતો.


આ પણ વાંચો......... 


CORONA : રાજ્યમાં વધ્યા કોરોનાના નવા કેસ, જાણો ક્યાં કેટલા કેસ નોંધાયા


IPL 2022ના બેસ્ટ અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની પ્લેઈંગ ઈલેવન, જાણો કયા ખેલાડીઓને જગ્યા મળી


અમદાવાદમાં આજે રહેશે હિટવેવ, તો વિસ્તારમાં રહેશે વરસાદી વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી સાથે કોણ હતી છોકરી, ખુદ ભરતસિંહ વાયરલ વીડિયો અંગે કરશે ખુલાસો


જમ્મુ કાશ્મીરમા વધુ એક નિર્દોષ ગોળીએથી વિંધાયો, અમિત શાહની અધ્યક્ષતામાં બીજી બેઠક, ગૃહ મંત્રાલય લઇ શકે છે મોટો નિર્ણય