Team India નો આ સ્ટાર ગુજરાતી ક્રિકેટર ક્રિકેટર જલદી કરશે લગ્ન, જાણો કોણ છે.....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Mar 2021 10:00 AM (IST)
ન્યૂઝ એજન્સી એનઆઈએ બીસીસીઆઈના સૂત્રોથી જાણકારી આપી છે કે બુમરાહ લગ્ન કરવાનો છે અને તેની તૈયારી માટે રજા લીધી છે.
(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે અંગત કારણોસર રજા માંગી હતી. પરંતુ હવે સામી આવી રહેલી જાણકારી મુજબ બુમરાહ જલદી લગ્નના બંધનમાં બંધાવાનો છે અને આ માટે તેણે ટીમમાંથી બ્રેક લીધો છે. ન્યૂઝ એજન્સી એનઆઈએ બીસીસીઆઈના સૂત્રોથી જાણકારી આપી છે કે બુમરાહ લગ્ન કરવાનો છે અને તેની તૈયારી માટે રજા લીધી છે. સૂત્રના કહેવા મુજબ બુમરાહે બીસીસીઆઈને લગ્ન કરવા જઈ રહ્યો છે તેમ જણાવ્યું છે. લગ્નની તૈયારી માટે રજા લીધી છે. આ પહેલા બુમરાહ ઈજાના કારણે ટીમમાંથી બહાર થયો હોવાની અટકળો વહેતી થઈ હતી. બુમરાહ 2019માં ઈજાગ્રસ્ત થયો હતો અને ચાર મહિના સુધી ટીમમાંથી બહાર રહ્યો હતો. તેણે જાન્યુઆરી 2020માં વાપસી કરી હતી અને તેના થોડા સપ્તાહ પછી લોકડાઉન લાગી ગયું હતું. લોકડાઉન બાદ બુમરાહ આઈપીએલ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝ રમ્યો હતો. ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ રમ્યા બાદ બીજી ટેસ્ટમાં આરામ અપાયો હતો. અમદાવાદમાં ઘરઆંગણે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં તે વિકેટ ઝડપી શક્યો નહોતો. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર બુમરાહ ઈંગ્લેન્ડ સામે રમાનારી ત્રણ મેચની વન ડે સીરિઝમાંથી બહાર રહી શકે છે. જસપ્રીત બુમરાહે 19 ટેસ્ટમાં 83, 67 વન ડેમાં 108 અને 50 ટી-20માં 59 વિકેટ ઝડપી છે. આઈપીએળની 92 મેચમાં બુમરાહ 109 વિકેટ ઝડપી ચુક્યો છે. UPમાં ભાજપ સાંસદના પુત્ર પર ફાયરિંગ, ગત વર્ષે કર્યા હતા લવ મેરેજ, જાણો વિગત Gujarat Panchayat Election 2021 Results: સૌરાષ્ટ્રની કઈ મોટી જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી? જાણો કોંગ્રેસને માત્ર કેટલી સીટ મળી